________________
અનુભવ રસ
તેઓ અલક્ષ્ય સ્વરૂપને વિચારી પણ શકતા નથી. આ રીતે આગમધારીઓ, માયાચારીઓ પોત-પોતાના કાર્યમાં આસકત છે. કવિશ્રીએ આગમધારી અને મહધારીઓને આશાના દાસ કહ્યાં છે. એ ખાસ લક્ષ્યમાં લેવા જેવી બાબત છે. આશા એક ધનની જ નહીં પણ માન-પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદ્ગલાનંદીપણાને કા૨ણે સંસા૨માં રઝળાવનારી છે. બહિરાત્મભાવની દશા છે, જે એકાંતવર્જ્ય છે. સમાજની તથા ધર્મધુરંધરોની આવી સ્થિતિ જોઈ સંત હૃદય કરુણાથી ભરાઈ જાય છે અને હૃદયમાંથી શબ્દો સરી પડે છે.
बहिरात मूढा जग जेता, माया के फंद रहेता ।
ઘટાંતર ૫રમાતમ ભાવે, કુરતમ પ્રાણી તેતા: ।। જીવ.....।। રૂ।
૧૬૦
જે જીવો પોતાના મતના આગ્રહી છે તેમજ ધર્મના બહાના નીચે ૨ળી ખાનાર છે તે ખરેખર આશાના દાસ છે. તેઓ ખરેખર બહિરાતમ્ભાવમાં મુંઝાઈ રહ્યા છે. શરીર, ધન તથા સુવિધાઓમાં રાચનારા બિહરાતમ્ભાવયુક્ત હોય છે. લોકો પોતાના અભિમાનનું પોષણ કરે છે તથા માયાનંદનું સેવન કરી મત વિસ્તારમાં રહે છે. સમાજની આ સ્થિતિ ૫૨ કટાક્ષ કરતાં શ્રી આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થંકરનાં સ્તવનમાં કહ્યું છે,
જ
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોઢુ નડીયા કલિકાલ રાજે. જેઓ પોત-પોતાના ગચ્છમાં પડયા છે તથા તેમાં જ ધર્મ છે એમ માને છે તેવા ગચ્છાધિપતિઓ તત્ત્વની મોટીમોટી વાતો કરવામાં લાજ પણ અનુભવતા નથી. વળી જેના વિચાર કે વર્તનમાં તત્ત્વનું નામનિશાન નથી તેવા લોકોના મોઢામાં ઉચ્ચ તત્ત્વની વાતો શોભતી નથી. તેઓ યશ-કીર્તિ તથા પેટ ભરવા ધાર્મિક કાર્યો કરે છે. પણ ખરેખર મોહરાજાએ તેમને ઘેરી લીધા હોય છે. તેઓ આત્મતત્ત્વ જાણવા પુરુષાર્થ કરતા નથી, પણ ગચ્છવિસ્તાર તેમજ ભક્તગણોની વૃદ્ધિમાં જ ઈતિશ્રી માની લે છે તથા ઈચ્છાપૂર્તિ તેમજ સુવિધાપૂર્તિ ને જ સત્યધર્મ માને છે. ખરેખર તેઓ બહિરાત્મભાવી છે.