________________
૧૫૯
અનુભવ રસ વિરલા જ જાણે છે. માટે જ કહેવાય છે કે “ધર્મી તત્ત્વ નિહિd Tદીયાન ધર્મનું ગૂઢ તત્ત્વ ગુફામાં સમાયેલું છે. તે ગુફા કઈ છે તે વિચાર કરવાથી સમજાશે. તે ગુફા છે મતરાગ (દષ્ટિરાગ) દૂર કર્યા પછી વિશુધ્ધ થયેલી ચિત્તવૃત્તિરૂપ ગુહા છે. આજ આવી ચિત્તગુહામાં ધર્મને ભંડારી દેવામાં આવ્યો છે તથા ઈચ્છાનુસાર લોકવ્યવહાર ચલાવે છે. આ સ્થિતિ જોતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે
आगम पढि आगमधर थाके, मायाधारी छाके; દુનિયાવાર યુનિસેંતા, વાસ/વશાશા ... અવધૂ..રા
આ સંસારના સ્વરૂપનું દર્શન કરાવતાં શ્રી આનંદઘનજી કહે છે કે વેદપાઠીઓ વેદ ભણીને, ગીતાપાઠીઓ ગીતા પાઠ કરીને તથા જિનાગમ જાણનારાઓ જિનાગમ ભણીને તથા વાતો કરીને થાકયા છે. આગમ શબ્દ અધિકતર જૈનોમાં વપરાય છે. રાગાદિ ષટરિપુને જીતી કેવળજ્ઞાન પ્રગટયા પછી જે વચનપ્રયોગ થાય તે આગમ કહેવાય છે. એટલા માટે દ્વાદશાંગરૂપ આગમ તીર્થંકર પ્રણિત માનવામાં આવે છે. હિન્દુ ધર્માનુસાર વેદ આગમ છે કારણકે જે આગમ હોય તે અપૌરુષેય હોય છે. વેદ અપૌરુષેય છે માટે આગમ છે. આપ્તપુરુષની વાણી તે આગમ અને સંતો, મહંતો, આચાર્યો કે સત્પુરુષપ્રણિત વાતો કે ઉપદેશને પુસ્તિકારૂપે રજૂ કરવામાં આવે તો તેને “ગ્રંથ' કહેવામાં આવે છે. તો કવિ કહે છે કે સર્વજ્ઞ કથિત આગમનો અભ્યાસ તો ઘણો કર્યો પરંતુ રાગ-દ્વેષની મંદતા કરવાની હતી તે કરી નહીં પણ તેથી વિપરિત મમત્વયોગે ગચ્છના ભેદે એકાંત ખંડનમંડનમાં પડીને યોગ્ય વર્તન ન થતાં આગમોથી ઉદ્ધાર થયો નહીં તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ નહીં.
માયાને ધારણ કરનારાઓ માયામાં છકી ગયા છે. માયા એટલે કપટબાજી. માયા એટલે પૈસો. આજે લોકો ધર્મના ભૂખ્યા નથી પણ ધનના ભૂખ્યા છે. તેઓ ધનના લોભે વિધવિધ પ્રકારે માયાના ખેલ કરે છે.
માયાવાદી વેદાંતીઓ “જગત માયામય” છે તે માની પુરુષ અને પ્રકૃતિનાં સ્વરૂપમાં અન્ય સત્ય હકીકત લક્ષ્યમાં લેતા નથી. આવા એકાંતવાદીઓ પુરુષાર્થ કરવા છતાં અલક્ષ્યના સ્વરૂપને પામી શકતા નથી. તો પણ આખુંયે જગત એક આશાના તારે બંધાઈ રહ્યું છે. તેથી