________________
૧૯૪
અનુભવ રસ દૃષ્ટિપાત કરો. કવિશ્રી શાંતિનાથના સ્તવનમાં પણ કહે છે,
“આપણો ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે...”
શાંતિજિન એક મુજ વિનંતી હવે ચેતન બોલે છે કે મારો સ્વભાવ જ્ઞાન, દર્શનરૂપ છે. પરમ પારિણામિક મારો ભાવ છે. માત્ર શબ્દાર્થ જોતાં ચેતના આધાર અને ચેતન આધેય છે. પણ અહીં તો આધાર-આધેય ભાવનો તાદાભ્ય સંબંધ છે. બીજા બધા ભાવો પુદ્ગલ સંયોગી છે અને તેની સાથેનો સંબંધ સંયોગ સંબંધ છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યા વગેરે આત્મસ્વભાવ નથી. મૃદુતા, ઋજુતા વગેરે મારો પરિવાર છે. હવે તું તેને ઓળખી લે.
આ પદમાં સમતા, સુમતિ સાહેલીને સ્વભાવ વિભાવનું અંતર શું છે તે બતાવે છે. સુમતિ એટલે શુભક્રિયા કરવાની રુચિરૂપ પરિણતિ. બારમા ગુણસ્થાન પછી ગુણસ્થાન ક્રમારોહમાં સમતા પ્રાપ્ત થાય છે. પછી પ્રવૃત્તિ કરાવનારી સુમતિ વિદાય લે છે અને સમતા તે સ્થાન ગ્રહણ કરે છે.
પન્યાસજી શ્રી ગંભીરવિજયજી કહે છે, રાગ-દ્વેષ કષાય હરત હૈ, સહે શીત ઉષ્ણ અવિકારી; યસી સુમતિ જિન વચન પીયત હૈ, કરે ગંભીર ભવોદધી પારીરે.
સુમતિનો રંગ કરવાથી તથા નિજ પરિવારને ઓળખવાથી આવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. સુમતિના સંગે વિભાવનું જોર ઘટતું જાય છે. ચેતન ! ધીમે ધીમે નરમ પડતો જાય છે. મમતાનું ચિત્ર ખડું કરતા શ્રી યશોવિજયજી મહારાજ સચોટ ભાષામાં લખે છે,
ચેતન મમતા છાંડ પરીરી, છાંડ પરીરી, દુર પરીરી..ચેતન પર રમણી શું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી.. ૧ મમતા મોહ ચાંડાલ કી બેટી, સમતા સત્ય નૈ૫ કુંવરીરી મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધ ભરીરી... ૨ મમતા કી દુર્મતિ હૈ આલી, ડાકિની જગત અનર્થ કરીરી સમતા કી શુભમતિ હે આલી, પર ઉપકાર ગુણે સમરીરી... ૩
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે મમતાને ચાડાંલ જાતિની કહી છે. તેમ આનંદઘનજીએ મોહ-મમતાને હલકી જાતના ખપાવ્યા છે. સમતા તો સંયમરૂપ રાજાની દીકરી છે. તેનું કુળ ઉત્તમ છે. આ રીતે સમતા