________________
૧૯૩
અનુભવ રસ પુરુષવેદ અને નપુંસકવેદ. કર્મગ્રંથ કહે છે કે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનના ત્રીજા સમય સુધી ત્રણેય વેદની સત્તા રહે છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો ઉદય નવમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી જ હોય છે. તે
વેદનો ઉદય દેવ, દાનવને માનવ બધાને સતાવે છે પણ ક્યારેક કોઈક સાધુઓને પણ પડે છે. હે સ્વામી! તમે સંસારમાર્ગે જશો તો કામવાસનામાં ફસાઈ જશો. તે માર્ગે કપટનું ઘણું જોર છે. વિવિધ પ્રકારની વાસનાઓની પૂર્તિ માટે તમારે છળ-કપટ કરવું પડશે. ખોટી વસ્તુને સાચી ઠરાવતાં દંભ કરી ખોટું બોલવું પડશે. હૃદય આવું કરવા કબૂલ નહીં થાય છતાં પણ કાર્ય તો કરવું જ પડશે. તમે સ્વયં વિચારો, વાણી અને વર્તનમાં વિરોધાભાસનો અનુભવ કરશો, છતાં મમતાને કારણે પરને પોતાનું માની જાતિ, કુળ, રૂપ, તપ, ઐશ્ચર્ય વગેરેનો મદ કરી મદોન્મત્ત બનો છો. મોહ મદિરાથી ચારે બાજુ જ્યાં ત્યાં ભટકો છો. મોહરૂપ અજ્ઞાનને કારણે વિવેકચક્ષુ બંધ થઈ જાય છે. તમે માન કષાયનું પોષણ થાય એવા કાર્યો કરો છો. આ બધાં લુંટારાઓ સંસારમાર્ગે જવાથી નડે છે. પરંતુ હે નાથ ! સ્વભાવદશામાં તો માત્ર યથાર્થ સ્વરૂપના બોધરૂપ અનુભવ અમૃતનું જ પાન કરવાનું છે. વસ્તુ સ્વરૂપને યથાર્થરૂપે ઓળખી તેનાં વિચારમાં મગ્ન થવાથી અનુભવ જ્ઞાન વધતું જાય છે. જેમજેમ મગ્નતા આવતી જાય તેમ તેમ મીઠાશ વધતી જાય છે અને એ મીઠાસરૂપ અમૃતપાન કરવાથી આનંદની વૃદ્ધિ થતી જાય છે.
અહીં સમતા પોતાની સખી સુમતિને કહે છે કે હે સખી! વિભાવદશામાં અનંત દુઃખ છે. વળી જીવ નરકનિગોદમાં જઈ કાળી વેદના ભોગવે છે. આ જીવ નિગોદમાં તો એક અંતમુહૂતમાં ૬૫૫૩૬ વાર જન્મે છે અને મારે છે. ત્યારે હે સખી! અહીં તો આનંદઘન પ્રભુ પોતે જ વસંતોત્સવ ખેલે છે. વિલાસી લોકો વસંતઋતુમાં આનંદ-કલ્લોલ કરતાં અબીલ-ગુલાલ ઉડાડી આનંદ કરે છે તેમ આત્મભગવાન સ્વભાવદશામાં રહી વૈરાગ્ય રંગે રમે છે. તે આત્માનંદનું અબીલ અને ત્યાગનું ગુલાબ લઈ બધાને રંગી રહ્યા છે.
હે ચેતનજી! તમે શાંતરસનું સ્વરૂપ વિચારો અને પરિવાર તરફ