________________
અનુભવ રસ
૧૯૨ તો જ્ઞાનાદિ ગુણયુક્ત છે પણ વર્તમાનમાં જ્યારે તમારે પક્ષે જોઉં છું તો ઊલટું જ દેખાય છે. જડ પદાર્થ તમને ચાહતા નથી પણ તમે જડ પદાર્થને ચાહો છો. હે ચેતનદેવ! આપ જાણો છો કે જડ પદાર્થોનો સંગ્રહ કરી ભૂતકાળમાં તેના માલિકો ઘણા ચાલ્યા ગયા. વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં ચાલ્યા જશે. એક પણ જડ પદાર્થ તેની સાથે કે પાછળ ગયો નથી. આ સત્ય હકીકત હોવા છતાં તમે તેનો સંગ છોડતા નથી. તમે ચેતન જડની સંગત કરો છો તે કોઈપણ રીતે યોગ્ય નથી. કાગડાનો સંગ કરનાર હંસ કદીપણ શોભા પામતો નથી. “શોમતે ન સમ મધ્યે વકો યથા” તેમ તમે પણ શોભાસ્પદ લાગતા નથી. આવી દયનીય તમારી સ્થિતિ છે. તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. નિબીડ કર્મોથી જીવ એવો તો ભ્રમિત થઈ જાય છે કે તેને પોતાનું પણ ભાન રહેતું નથી. અરે! તમે તો તમારું નામ, ઠામ અને ગામ પણ ભૂલી જશો. જડની જાત અને જડનું નામ પણ તમે જ છો, એવો ભ્રમ પેદા થશે. એટલું જ નહીં આવા તો બીજા અનેક ભ્રમ ઊભા થશે.
વિભાવ તો વિષવેલ જેવો છે. જે ખાય તેને તો વિશ્વની અસર થાય પણ જે તેનો સ્પર્શ કરે તેને પણ વિષની અસર થયા વિના રહે નહીં. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ પોતાના શત્રુને મારવા પોતાના રાજ્યમાં વિષકન્યા રાખતા હતાં. કર્મ તથા વૈભાવિકવૃત્તિઓ વિષકન્યા જેવી હોય છે. તેનાં અંગમાં જ નહીં અણુએ અણુએ વિષ ભર્યું હોય છે. તેના સંગે રહેનારાઓને હળાહળ ઝેરની અસર થયા વિના રહેતી નથી. માટે જ હે દેવ! આપને હું વિનંતી કરું છું કે હવે આપ સ્વભાવ તરફ દૃષ્ટિપાત કરો અને વિભાવથી વેગળા બનો. માટે આ પ્રશસ્ત માર્ગે પ્રયાણ કરવા ફક્ત મોઢું ફેરવી દો. જો આટલું થશે તો સ્વરૂપ દર્શન થતાં વાર નહીં લાગે. હવે ચેતનનો પરિવાર કેવો છે તેનું અવલોકન કરવા કેવી રીતે વિનવે છે તે વાત કવિ ત્રીજી કડીમાં કહે છે. '
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान। आली कहे समता उत दुःख अनंत, इत खेलहु आनंदघन वसंत॥३॥
વિભાવદશાને કારણે જીવમાં વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને અનેક ઈચ્છાઓ પેદા થાય છે. ભોગરૂપ કામ ત્રણ પ્રકારના છે. સ્ત્રીવેદ,