________________
૧૪s
અનુભવ રસ
आप मिभ्याथी अंतर राखे, सुमनुष्य नहि ते लेलू: । आनंदघन प्रभु मन मिलीया विण, को नवि विलगे चेलु... ।।मुने।।२।।
આ કડીમાં કવિ કહે છે કે જ્યાં હૃદયનો પ્રેમ છે ત્યાં કોઈ અંતર હોય જ નહીં. સાચા પ્રેમમાં અંતર પાડતો પડદો પણ હટી જાય છે. પ્રેમનો પરિચય આપવો પડતો નથી પણ એ પ્રેમહૃદય પરસ્પરનો પરિચય મેળવી લે છે. હૃદયપૂર્વકના પ્રેમમાં દિલના દરવાજા ખુલ્લી જાય છે અને મૂકભાષાનો વહેવાર ચાલુ થાય છે. અહીં કવિએ અધ્યાત્મભાવથી આત્મભાવે મિલન બતાવ્યું છે. આત્મ સ્વસ્વભાવે ન મળે અને પરભાવે મળે તો તે મિલનથી આનંદ પ્રાપ્ત નહીં થાય.
- કવિ કહે છે કે મન ભાળ્યા વિના એક બાળક પણ તમારી પાસે આવતું નથી પછી તે બાળક પોતાનું હોય કે અન્ય કોઈનું. એક કૂતરું પણ પ્રેમ જોઇને તમારી પાસે આવી પૂંછડી પટપટાવે છે તથા પગમાં આળોટી પ્રેમ પ્રદર્શિત કરે છે. તો શું માનવ પ્રેમની ભાષા ન જાણે? પણ જો દિલના દરવાજા ખુલ્લી ગયા હોય તો આનંદ-મંગળ છે. શ્રી આનંદઘનજી કહે છે કે સ્વભાવની એકતા થયા વિના અને મને મળ્યા વિના કોઈ ચેલો પણ થતો નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ વાકચાતુર્ય કે ત્યાગ વૈરાગ્ય પર આધાર રાખશે નહીં પણ આવનાર વ્યક્તિ તેમનો સદ્ભાવ જોશે અને ત્યાગને બિરદાવશે. ગુરુનો ત્યાગ જોઈ શિષ્ય પણ ત્યાગમાર્ગે આગળ વધશે. ચારિત્રવાન આત્માઓનાં ચારિત્રનો પ્રભાવ વ્યક્તિ તથા સમાજ પર પડતાં ત્યાગીઓ તરફ ભકિત ઉમટતા તેમનાં ચરણોમાં સમર્પિત થાય છે.
આ પદ માત્ર બે કડીનું છે પણ એમાં કવિએ ચેતન તથા ચેતનાના મિલાપની સુંદર વાત કરી છે. આ પદમાં વિભાવદશાની નિરર્થકતા ઉપર તથા સંકલ્પવિશુદ્ધિ ઉપર અધિક ભાર દર્શાવ્યો છે. સુંદર રૂપકો યોજી કવિએ આ પદને મનોહર બનાવ્યું છે.
IIII