________________
અનુભવ ૨સ
૨૭૪
-
છે. તેથી પાછો વળી માયા – મમતાના સંગે ચડી જાય છે. ત્યારે ચેતનને પ્રતીતિ કરાવવા શુદ્ધ ચેતના આવા ઉદ્ગારો કાઢે છે. ઉદ્ગારો દ્વારા ચેતના માયામમતા પર પ્રહાર કરે છે.
ચેતના પણ એજ કહેવા માંગે છે કે મેં આજ સુધી બીજા કોઈને ચાહ્યા નથી ત્યારે માયા મમતાતો ઘરે ઘરે ભટકનારી સ્ત્રીઓ છે.
ચેતનને શુદ્ધ સ્વરૂપનો યથાસ્થિત બોધ થયા પછી પણ ચેતન પ્રમાદને કા૨ણે વિભાવમાં પડી જાય છે. શુદ્ધબોધ પર આવરણ આવી જતાં ચેતન શુદ્ઘમાર્ગથી કંટાળી જઈ મિથ્યાત્વના કુમાર્ગે ચડી જાય છે અને પ્રાપ્ત સંપત્તિને ગુમાવી બેસે છે. વળી તેને સદ્ગુરુ સુમતિ આપી ઠેકાણે લાવે છે. આ પ્રસંગને અનુલક્ષીને આ પદ છે. ચેતના જેવા પતિ પામીને પોતાની જાતને કેટલી ભાગ્યશાળી માને છે.
તે આ પદની બીજી કડીમાં બતાવે છે.
वेद पुरान कतेष कुरान में आगम नगम कछु न लहुंरी
वाचा रे कोर शीखाइ सेवनकी में ते रसरंग रहुंरी... तेरी... ।।२।।
શુદ્ધચેતના, ચેતનને પ્રતીતિ કરાવવા કહે છે કે હે નાથ ! તમારા હું કેટલા વખાણ કરું ? જ્યાં હું જાઉં ત્યાં આપ જ નજરમાં આવો છો તથા આપની જ વાતો કાને પડે છે. મેં ચારવેદ, અઢાર પુરાણ, કુરાન વગેરે ગ્રંથો જોઈ લીધા. સર્વજ્ઞ પરમાત્મા કથિત આગમો જોયા, બૌદ્ધ ગ્રંથોના પાને પાના ઉથલાવી નાખ્યાં પણ જ્યાં જોઉં ત્યાં બધે જુદી જુદી રીતે આપ જ બિરાજો છો તેમાં આપના સંબંધી જ વાતો છે તથા આપને પામવા માટેના પ્રયત્નો બતાવ્યા છે. આપને કોઈ વિનાશી કહે છે તો કોઈ અવિનાશી, કોઈ એક કહે છે તો કોઈ અનેક, કોઈ અંશ કહે છે તો કોઈ અંશી કહે. ગમે તે રીતે પણ દરેક સ્થાને આપની વાતો જ મારા મગજમાં આવે છે. હે નાથ ! આપ એટલા બધા પ્રસિદ્ધ છો કે જગતમાં આપના સિવાય આખું જગત શૂન્યવત્ બને છે. દશે દિશામાં આપની જ પ્રસિદ્ધિ છે. આવા પતિને પામી હું ગૌરવ અનુભવું છું. આ પ્રકારે કવિએ શુદ્ધ ચેતનાના મુખેથી ઘણી ચતુરાઈપૂર્વક વાત કરાવી છે. હે નાથ ! આપ આવા મહાન છો. તો આપજ આપની વાણી ફોરવીને સેવન કરવાની વિધિ શીખવો. જેથી હું હંમેશાં આપના જ ૨સરંગમાં રહું.