________________
૨૭૩ -
અનુભવ રસ હે ચેતનદેવ ! હું રોમ રોમથી તારી છું અને તારી જ રહેવાની છું. તું મને ચાહે કે ન ચાહે પણ હું તો તને ચાહું છું. તારા હૃદયમંદિરમાં માયામમતા હોવાને કારણે હું તારી પાસે આવતી નથી અને તે કારણે તને મારા પ્રત્યે કોઈ શંકા હોય તો હું તને ખાતરી આપું છું કે હું તારી જ છું. મારી આ વાતમાં જો અસત્યનો ભાસ તને જણાતો હોય તો હું સોગન ખાઈને કહું છું કે હું મન, વચન, કાયા એ ત્રણે યોગથી શુદ્ધ પતિવત રહી છું.
રામે સીતાના સતીત્વની પરીક્ષા કરવા અગ્નિપરીક્ષા કરી તો શું મારા ચેતનરામને પણ મારી પરીક્ષા કરવી છે? જે કરવું હોય તે કરો. હું વિશ્વાસથી કહું છું કે હું દરેક વાતમાં સફળ થઈશ, કારણકે મને મારામાં પૂર્ણ શ્રદ્ધા છે.
- આ પદમાં ચેતનાએ જે કાશીએ કરવત મૂકવાની વાત કરી છે તે વાત પુરાણાયુગની છે. વ્યવહારમાં બીજા માણસને દેઢ પ્રતીતિ કરાવવા એવી વાત કરાતી હોય છે કે તમે કહો તો કાશીએ કરવત મૂકાવું? વળી તે સમયે અંધશ્રદ્ધાળુ માણસો કાશીએ જઈ કરવત મૂકાવી ઈચ્છાપૂર્તિની ભાવના રાખતા હતા કે ઈચ્છાનુસાર બીજા ભવમાં જન્મ મળે. એ આકાંક્ષાએ કાશીએ જઈ પોતાના ઉપર કરવત મુકાવતા. કેટલાક લોકો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે નિયાણું કરી ગિરનાર પર્વતના ભૈરવ શિખર પરથી પડતું મૂકી આત્મઘાત કરે છે તો કોઈ ભગવાનના રથ નીચે કચરાઈ જવામાં પોતાની જાતને ભાગ્યશાળી માને છે. સ્ત્રીઓ મૃત્યુ પામેલા પતિ સાથે ચિત્તમાં બળી મરવાથી પછીનાં જન્મમાં એ જ પતિ મળશે એ આશાથી પતિ પાછળ સતી થતી હતી. અંધશ્રદ્ધાયુક્ત પ્રણાલિકાગત આવી ક્રિયાઓ કરી માનવ મોતને ઘાટ ઉતરી જતો હતો.
કવિની આ કડીમાં તે સમયના યુગનો પ્રભાવ જણાય છે. તે સમયે લોકોમાં કેવી અંધશ્રદ્ધા હતી તેનું ચિત્ર ખડું થાય છે. કવિએ અહીં વ્યાવહારિક વાતને ચેતનાના મુખમાં મૂકીને પોતાની બુદ્ધિ પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
ચેતન માર્ગાનુસારીપણાથી આગળ વધ્યો છે. તેથી તે સુમતિને સહજ મળ્યો છે. પણ વચ્ચે ક્યારેક અનાદિ મિથ્યાત્વ તેના ઉપર જોર કરે