________________
71
અનુભવ ૨સ
પંડિત બ્રાહ્મણોના મનમાં એવો વિચાર આવ્યો કે જૈનોમાં આનંદઘનજી નામના એક યોગી છે. તે ગામની બહાર રહે છે આત્મજ્ઞાનમાં તે ઊંડા ઊતર્યા છે. તેઓ ઘણીવાર ધ્યાન સમાધિમાં રહે છે.
કેટલાક પંડિત બ્રાહ્મણો ભેગા થઈને શ્રીમદ્ આનંદઘન યોગીની પાસે આવ્યા, અવસર મેળવીને પંડિતોમાંથી એક પંડિતે પ્રશ્ન કર્યો ? ‘યતિજી ! આપ આત્મજ્ઞાની છો તો આત્માની નિશાની શી છે તે જણાવશો, કા૨ણ કે દરેક મતવાળા આત્માને જુદો જુદો માને છે.' તે વખતે શ્રી આનંદઘનજીએ ઉત્તરમાં ગાયું કેઃ
‘નિશાની કહા બતાવું રે, તેરો અલગ અગોચર રૂપ’ આ પદ તેમને સહજ સ્ફૂર્યું. તેનો ભાવાર્થ કહીને અનુભવ બળે તેમણે પંડિતોને આત્મતત્ત્વની ઝાંખી કરાવી.
(૧૭) રાજાની બે વિધવા પુત્રીઓને બોધઃ
શ્રી આનંદઘનજી એક વખત મેડતા શહેરમાં ગયા હતા, ત્યાંના રાજાની બે પુત્રીઓ તે વખતે વિધવા થઈ હતી. તેથી તે બંને રાજકુમારીઓ હંમેશા રૂદન કર્યા કરતી હતી, રાજાએ ઘણા ઉપાયો કર્યા પણ પુત્રીઓનો શોક ઓછો થયો નહિ.
એક દિવસ લોકોના મુખેથી રાજાએ સાંભળ્યું હતું કે આનંદઘનજી મહારાજ એક સિદ્ધ પુરુષ છે. તે કોઈ પણ ઉપાયે પુત્રીઓના શોકને દૂર કરશે. તેથી રાજાએ પોતાની બંને પુત્રીઓને આનંદઘનજીની પાસે મોકલી. આનંદઘનજી તેઓને આત્મારૂપી સ્વામીનું સ્વરૂપ સમજાવ્યું અને અસાર સંસારની ક્ષણભંગુરતા સમજાવી. આનંદઘનજીના મુખેથી વૈરાગ્યમય વાણીનું શ્રવણ કરવાથી રાજાની એ બંને પુત્રીઓનો શોક દૂર થયો હતો. ત્યાર પછી તે બંને પુત્રીઓ આનંદઘનજી પાસે વિશેષ ધર્મ-શ્રવણ કરવા લાગી. આ આધ્યાત્મિક ઉપદેશની એટલી અસર થઇ કે તેઓ ધર્મમાં લયલીન બની ગઈ, પરંતુ રાજાની બંને પુત્રીઓના પરિચયથી દુર્જન લોકોએ એવી ખોટી અફવા ફેલાવી કે આનંદઘનજીને તેમની સાથે સંબંધ છે. આ વાત સાંભળી એ બાબતનો નિશ્ચય કરવા રાજા એક દિવસ ગુપ્તવેશે આનંદઘનજીની પાસે આવ્યા અને એમની