________________
અનુભવ રસ
70 પ્રેમભાવ હતો. તેથી ઉપાધ્યાયના આગ્રહને વશ થઈ તેઓ તેમની સાથે વિહાર કરવા લાગ્યા, ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે શ્રી આનંદઘનજી મહારાજ લઘુ નીત (પેશાબ) કરવા બેઠા અને તે સ્થાને તેઓ બેસી જ રહ્યા અને અંતરમાં ઊંડુ આત્મધ્યાન કરવા લાગ્યા.”
શ્રી આનંદઘનજી મહારાજને આ પ્રમાણે ઘણીવાર લાગી, છતાં પણ આનંદઘનજી તો ઊઠયા જ નહિ, તેથી ઉપાધ્યાયજીને હસવું આવ્યું. આડું મુખ રાખી તેઓ હસ્યા તે સમયે શ્રી આનંદઘનજી પણ હસવા જેવું કરવા લાગ્યા, એ વખતે ઉપાધ્યાયજીના મનમાં વિચાર થયો છે કારણ વિના શ્રી આનંદઘનજીનું મુખ હસવા જેવું કેમ થયું? તેથી તેમણે તે માટે શ્રી આનંદઘનજીને પૂછ્યું, પ્રત્યુત્તરમાં શ્રી આનંદઘનજી એ કહ્યું કે જેવી રીતે તમે હસ્યા તેવી રીતે હું હસ્યો.”
આ પ્રમાણેનું આનંદઘનજીનું વચન સાંભળીને ઉપાધ્યાયજી શરમાઈ ગયા. પછી ઉપાધ્યાયજીએ આનંદઘનને કહ્યું કે “જૈન શાસનની મહાન પ્રભાવના થાય તે માટે સુવર્ણસિદ્ધિની જરૂર છે સુવર્ણસિદ્ધિ આપની પાસે છે, તેથી આપ કૃપા કરો અને મને તે સુવર્ણસિદ્ધિ આપો.” ન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વિનંતી સાંભળીને શ્રી આનંદઘનજી કેટલોય સમય મૌન રહ્યા. છેવટે ગંભીર મુદ્રાથી તેમણે કહ્યું “મારા મનમાં તમને સુવર્ણ સિદ્ધિ આપવાની ઈચ્છા હતી, પરંતુ તમે તે માટે માગણી કરી, એટલે તે તમને હવે મળે એમ નથી, કારણ કે જ્યાં યાચનાનો દોષ હોય ત્યાં આવી સિદ્ધિ પ્રગટી શકે નહિ.”
આ પ્રમાણે કહીને આનંદઘનજી મહારાજ વનગુફા તરફ ચાલ્યા ગયા. આ દંતકથા માન્યામાં આવે તેમ નથી, કારણ કે ઉપાધ્યાયજી જેવા જ્ઞાનીમહાત્મા સુવર્ણસિદ્ધિની યાચના ક્યારેય કરે નહિ.
(૧૬) આત્માની નિશાની એક વખત શ્રી આનંદઘનજી મહારાજ બીકાનેર શહેરની બહાર સ્મશાનભૂમિની નજીકના પ્રદેશમાં રહ્યા હતા. બીકાનેરમાં એ સમયે જુદા જુદા ગચ્છના સાધુઓ રહેતા હતા. એક વખત અન્ય દર્શનના કેટલાક
૧ઃ આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૬૬૮