________________
69
અનુભવ રસ (૧૪) દિયોદ્ધારક શ્રી સત્યવિજયજી મહારાજનો
આનંદઘન સાથે વિહાર “પન્યાસ શ્રી સત્યવિજયજી મહારાજ આત્માર્થી પુરુષ હતા. તેઓ સાધુની ક્રિયાઓ કરવામાં પ્રયત્નશીલ રહેતા હતા. આનંદઘનજી સાથે તેઓ ઘણાં વર્ષ પર્યત વનવાસમાં રહ્યા હતા. અને અધ્યાત્મજ્ઞાનીની સંગતિનો લાભ તેમણે લીધો હતો.
આ સંદર્ભમાં શ્રી આત્મારામજી મહારાજ પણ જણાવે છે કે શ્રી સત્યવિજયજીએ કેટલાંક વર્ષો સુધી આનંદઘનજીની સાથે વનમાં વાસ કરીને ચારિત્ર પાળ્યું હતું. ક્રિયોદ્ધાર કરનારમાં ત્યાગ અને વૈરાગ્યનું ઘણું બળ હોવું જોઈએ તો જ તે ક્રિયોદ્ધાર કરવા સમર્થ થાય છે.
શ્રી આનંદઘનજી મહારાજના પરિચયથી તેમનામાં આત્મબળ ખીલ્યું હતું. જૈન શાસનની પ્રભાવના કરનારાઓ ઉપર શ્રી આનંદઘનજી મહારાજનો કેટલો બધો રાગ હતો તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે.”
(૧૫) સુવર્ણસિદ્ધિની પાસ માટે
શ્રીમદ્ ઉપાધ્યાયજીનું આગમન. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે જો પોતાની પાસે સુવર્ણસિદ્ધિ હોય તો લાખો-કરોડો મનુષ્યને તેઓ જૈન બનાવવા સમર્થ બને. કારણ કે ધન વિના મનુષ્યોની ધર્મમાં શ્રદ્ધા, ભાવ, ભક્તિ, સ્થિર રહેતા નથી. . ઉપાધ્યાયજીના મનમાં એવો તર્ક થયો કે જો પોતે સુવર્ણ સિદ્ધિ ધરાવનાર શ્રી આનંદઘનજીની સેવા-ભક્તિ બહુમાન કરે તો તેઓ પાસેથી સુવર્ણ સિદ્ધિ મેળવી શકાય. આવા વિચારથી તેઓ શ્રી આનંદઘનજીની શોધ કરતા કરતા મેડતા આવ્યા. મેડતા પાસેના જંગલમાં આનંદઘનજી છે તેવો પત્તો લાગ્યો. એથી ઉપાધ્યાયજી જંગલમાં આનંદઘનજી પાસે પધાર્યા અને મેડતા નગરમાં પધારવાની તેમને વિજ્ઞપ્તિ કરી.
શ્રી આનંદઘનજીને શ્રી ઉપાધ્યાયજી ઉપર શુદ્ધ અંતઃકરણનો ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૭૯ ૨. એજન પૂ. ૬૩-૬૪