________________
અનુભવ રસ
72
દિનચર્યા જોવા લાગ્યા. આનંદઘનજીએ તે વખતે અદ્ભુત ઉપદેશ આપ્યો. વળી અગ્નિમાં પોતાના બે હાથ રાખ્યા છતાં દાઝતા નથી એવો અદ્ભુત ચમત્કાર બતાવ્યો. વિશુદ્ધ ચારિત્ર વિના આવું બને નહિ એટલે આ પ્રસંગ જોઈને લોકોના મનનો સંશય દૂર થયો.
(૧૮) સતી થવા નીકળેલી સ્ત્રીને પ્રતિબોધઃ
‘શ્રી આનંદઘનજી એક વખત વિહાર કરતાં મેડતાનગરમાં પધાર્યા, ત્યાં એક શેઠની યુવાનપુત્રીનો પતિ મૃત્યુ પામ્યો અને તે વિધવા બની, તે પોતાના પતિ સાથે ચિતામાં બળી મરવા તૈયાર થઇ. એ દિવસોમાં સતી થવાનો રિવાજ ઘણો પ્રચલિત હતો. તેનામાં સત આવ્યું અને મેડતા ગામની બહાર સતીના વેશે નીકળી.
શ્રી આનંદઘનજી મહારાજ ત્યારે મેડતા નગરની બહાર સ્મશાન ભૂમિમાં કોઇ એક સ્થાનમાં ધ્યાનસ્થ હતા. સતી બનવા નીકળેલી શેઠની પુત્રી સ્મશાનમાં આનંદઘનજી પાસેથી પ્રસાર થઇ, ઘોંઘાટથી આનંદઘનજીના ધ્યાનમા ભંગ પડયો. એ સમયે કોઇએ શ્રી આનંદઘનજીને કહ્યું કે શેઠની પુત્રી સતી થવા જાય છે. શ્રી આનંદઘનજીએ તેને ઉપદેશ આપતા કહ્યું; બહેન તારો પ્રિયત્તમ તે તારા સ્વામીનું શરીર છે કે એના શરીરમાં રહેલો આત્મા છે ? જો તું શ૨ી૨ને સ્વામી માનીને ભેટવા જતી હોય તો તે અયુક્ત છે કા૨ણ કે શ૨ી૨ તો જડ છે અને ક્ષણવિનાશી છે શરી૨ કોઇનું થયું નથી અને થવાનું પણ નથી. શરીર સાત ધાતુનું બનેલું છે જેનો ઉત્પાદ છે તેનો નાશ છે.
આનંદઘનજીનાં આ ઉપદેશની અસર તેના ઉપર થઇ અને તેને સતી થવાનું માંડી વાળ્યું. સતી વિશેની આવી એક અન્ય દંતકથા થોડા ફેરફાર સાથે પ્રચલિત છે.’૧
આમ, આનંદઘનજીના જીવન વિશે આવી કેટલીક દંતકથાઓ પ્રચલિત છે એમાં કેટલીક જાણીતી છે અને આનંદઘનજીના જીવન કવન સમજવામાં ચાવી રૂપ છે. કેટલીક દંતકથાઓ દેખીતી રીતે જ અસંભવિત લાગે છે. વળી અધ્યાત્મમાર્ગમાં તેનું કશું મૂલ્ય જણાતું નથી,
૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ.: ૬૦