________________
૨૧૧
અનુભવ રસ અન્યોન્ય અને પૂરક પરિણમનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે જ્ઞાનશિયાખ્યાન મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે પણ જ્ઞાન સાથે શુદ્ધ ઉપયોગરૂપ ક્રિયા હોવી ઘટે.
સુમતિ, શુદ્ધચેતના અને શ્રદ્ધા એ બધા એક ઘરના જ સભ્ય છે. સુમતિને પતિનું મિલન ન થતાં તેની શી દશા થાય છે. તે વર્ણવતા કવિ આ પદની બીજી કડીમાં કહે છે,
विरहव्यथा कछु एसी व्यापती, मानु कोई मारती बेजा; अंतक अंत कहालुं लेगोप्यारे, चाहे जीव तुं ले जा. करे।।२।।
સુમતિએ પતિની સેજ ખાલી જોઈ એટલે તે અત્યંત નિરાશ થઈ ગઈ. તેને ત્યારે એવો આઘાત લાગે છે કે જાણે કોઈએ તેના પર અનેક બાણોની વર્ષા કરી ન હોય! પતિ વિરહથી પીડિત સુમતિ અસહ્ય વેદના ભોગવતા કહે છે કે હે કાળ! હવે તું મને ક્યાં સુધી હેરાન કરીશ. મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે. હે નાથ! જેમ કામદેવ પોતાની બાણવર્ષા ચલાવે ને વ્યક્તિને ઘાયલ કરે છે તે રીતે હું પણ ઘાયલ થઈ ગઈ છું. ઘાયલની વેદના ઘાયલ જાણે. અહો અંત લેનારા ! તું મારો અંત ક્યાં સુધી લેશે? તું સિદ્ધ સ્વરૂપે અંતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારો અંત ક્યાં સુધી લઈશ? દુનિયાનો નિયમ છે કે કોઈનો અંત ન લેવો. આ પ્રકારની વિરહવેદના આપી તું તો મને પીડી રહ્યો છે. આના કરતાં તો તું મારા પ્રાણ હરી લે જેથી આવી વેદનામાંથી તો મારી મુક્તિ થાય. - હે ચેતન! મારું ચેતનાપણું અને સમતા એ બંને લઈ લે. એ બંનેનો અંત આવતાં ચેતના ચેતનમાં મળી જશે. હું તારામય બની જઈશ. પતિચરણમાં પ્રાણ ત્યાગ કરવો એ તો આર્યનારીનો ધર્મ છે. બસ તારે હવે જે કરવું હોય તે કર, પણ મારી આ સ્થિતિ દૂર કર.
અહીં કવિના જમાનામાં વિશેષપણે દેઢ બનેલી માન્યતાનું રૂપક છે. જે સમયે ભારતમાં સતીપ્રથા હતી. પતિના મૃત્યુ પછી પત્ની પતિની ચિતામાં બળી મરતી હતી કારણ કે ત્યારે એવી માન્યાતા હતી કે પતિ પાછળ સતી થનાર સ્ત્રીને બીજા ભવમાં એ જ પતિ મળે છે. એટલે ચેતના પણ કહે છે કે હું પ્રાણ દેવા તૈયાર છું. સુમતિ વિરહાનલમાં હોવાથી