________________
અનુભવ રસ
તેને પ્રકૃતિ પણ પીડા ઉપજાવી રહી છે. તે કહે છે,
कोकिल काम चंद चूतादि, चेतन मत है जेजा । नवल नागर आनंदघन प्यारे, आइ अमित सुख देजा... करे ।। ३॥ બીજી કડીમાં ‘બેજા’ ને બદલે ‘નેજા’ પાઠ લેવાથી “નેજા” એટલે ધોબી. જેમ ધોબી કપડાં ધોતી વખતે ધોકા મારે છે તેમ સુમતિને વિરહવ્યથાના પ્રહાર સખત લાગે છે તે સહન કરવા અતિ દુષ્કર છે.
સુમતિ, મનોમન દુઃખી થતાં મનોગતભાવે પતિને કહે છે કે હૈ ચેતન ! કોકિલનો કલરવ, કામદેવનો રતિ વિલાસ, ચંદ્રની શીતળ ચાંદની અને આંબાના મોર, આંબાની મીઠીછાયા, વર્ષાઋતુમાં મેઘગર્જના, વીજળીનો ચમકા૨ તથા ધીમે ધીમે વરસાદનું વરસવું એ બધાં આહ્લાદક તથા આનંદપ્રદ ત્યારે જ બને છે જ્યારે નાયક-નાયિકા સાથે હોય.
૨૧૨
વિભાવદશામાં જીવને એ બધાં સાધનો અતિ આનંદભૂત તથા શાંતિદાયક લાગે છે. વળી આવાં સ્થાનો કામોદ્દીપક બને છે. પરંતુ જો નાયક – નાયિકામાંથી કોઈ એક જ વ્યક્તિ હોય તો જે સુખનું સ્થાન છે તે દુઃખરૂપ લાગે છે. તેથી ચેતના કહે છે કે તમે તે વસ્તુઓ સુખનાં સાધન ગણ્યાં છે. તો તેને લઈને આપ મારા મંદિરે પધારો ને અસીમ સુખ, પ્રદાન કરો.
હે આનંદસ્વરૂપનાથ ! આપના મત પ્રમાણે જેમ કોયલ, ચંદ્ર, આંબો વગેરે સુખ આપનારા છે તે રીતે આપના શુદ્ધમતે આર્યક્ષેત્ર, શ૨ી૨નું આરોગ્ય, ઇન્દ્રિયોની પૂર્ણતા તેમજ દેવ, ગુરુ, ધર્મનો યોગ એ બધાં સાધનો જે આ ભવમાં મળ્યાં છે તે સ્વભાવરૂપ અનંત સુખ આપનારાં છે. સ્વભાવ-વિભાવનો ભેદ કરી વિવેક જાગૃત કરાવનાર બુદ્ધિ પણ તમને મળી છે. માટે જ કહ્યું છે કે વિભાવવશ બની, તમે અયોગ્ય સ્થાને ભટકી રહ્યા છો. માયા–મમતાના રાગમાં આસકત બની આપ વિવેકભ્રષ્ટ બની ગયા છો. આપને માટે યોગ્ય એવાં સાધનો લઈ મારે મંદિરે પધારો. મારા તથા આપના આનંદનું સ્થાન એક જ છે. આત્મપ્રદેશે પ્રદેશે રમણ કરવું એ જ આપનું ક્રીડાસ્થલ છે. આપ આપના સાથીઓને લઈને ત્યાં પધારો. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે અનાહત્ નિ તે અંતરમાં
કોકિલનો સ્વર છે. આત્મધ્યાને સ્વભાવે રમવું તે રૂપ કામ જાણવો.