________________
૭૧
અનુભવ રસ છે. તે લોકોને ખબર પડી ગઈ છે કે મારો પતિ ઘરે આવતો નથી.
નોંધઃ – સતી સ્ત્રીઓમાં એવું સતીત્વ હોય કે તેની સામે કોઈ આંખ પણ ઉઠાવી ના શકે, પછી સતાવવાની વાત જ રહેતી નથી તો પણ સર્વસામાન્ય પતિ વિયોગિની સ્ત્રી વિરહાકુળ હોવાના કારણે તેનું મન સંતાપ અધિક અનુભવે છે.
ચેતના વિરહવ્યથાથી ચેતનની રાહ જોઈ રહી છે. ચેતના પાસે આવનાર જારપુરુષ તે પરભાવ છે. પૌદ્ગલિકભાવ અથવા ચેતવેતર અન્ય વસ્તુઓ રમણ કરવારૂપ લંપટ પુરુષ શુદ્ધચેતનાના મનનો કબજો લેવા મથે છે ને તેથી જ સંસારની પરંપરા વધે છે. ચેતન જો સ્વભાવરૂપ સ્વઘરમાં હોય તો રાગ – દ્રષ, અજ્ઞાન પ્રકારના પરભાવોનું જોર ચાલે નહીં.
ચેતનાએ ચેતનને સમજાવવાના અનેક પ્રયત્ન કર્યા. બધે નિષ્ફળ ગઈ ત્યારે ચેતના હારી થાકીને કહે છે કે મારાથી થાય તેટલી મહેનત કરી. હવે તો ઢોલ વગાડવાનો બાકી છે તેને માટે ઢોલ થોડો વગડાવાય છે?
કવિએ અહીં ચેતનાને બોલતી કરી, શ્રદ્ધા સાથે વાત કરી, અંદરનો પડદો ખોલી નાખ્યો છે. કવિએ, આત્મભાવો અને વિભાવોનું સુંદર વર્ણન કરી સંસારનું સ્વરૂપ રજૂ કર્યું છે. સામાન્ય બુદ્ધિવાળાને પણ માર્ગ મળે તેવું ઉત્તમ માર્ગદર્શન આ પદમાં દર્શાવ્યું છે.