________________
અનુભવ રસ
એને ભાન થશે કે પોતે પોતાની વસ્તુને ક્યાં મૂકી દીધી છે. શ્રી આનંદઘનજીએ ચોપનમા પદમાં કહ્યું છે,
" मूलडो थोडो भाई व्याजडो घणेरो, ते केम करी दीधो जाय" વળી ચેતના કહે છે કે, હું એવી તો કમભાગી છું કે તેને સમજાવવાવાળી કે મારો સંદેશો પહોંચાડવાવાળી મારી પાસે કોઈ દૂતી પણ નથી, વ્યાપારીઓ માલની લે-વેચ કરવા માટે દલાલો રાખે છે પણ મારો ને મારા પતિનો મેળ કરાવી આપે એવો કોઇ દલાલ પણ મારી પાસે નથી. અમારે અનાદિકાળનું અંતર પડયું છે. અમારા પ્રેમને જોડવાનું કામ દૂતીનું છે. દલાલ તો ખરીદીનું કામ કરે પણ મારો પ્રેમ ખરીદી, ચેતનદેવ સુધી પહોંચાડનાર કોઈ દલાલ નથી. તેથી મારી નજર હવે, કે શ્રદ્ધા ! તારા ઉપર ઠરે છે ! તું મારું આ કાર્ય કરી અમારા સાચા સંબંધોને જોડી દે.
હવે ચેતના શ્રદ્ધાને કહે છે,
૭૦
जांध उघाडी अपनी कहा एते, विरहजार निस मोही सतावे |
एती सुनी आनंदघन नावत और कहा कोउ डुंड बजाव ।। परम ।। ३॥
ચેતના શ્રદ્ધાને કહે છે કે, મેં મારી અંતરની વેદનાની કથા તને ઘણી કરી પણ હવે મને લાગે છે કે મારા પતિની વાત કરીને તો મેં મારી જ જાંઘ ઉઘાડી કરી છે. અર્થાત્ ઘરની ગુપ્ત વાત મેં પ્રગટ કરી દીધી પણ હું શું કરું? અત્યાર સુધી મેં કોઈને વાત કરી ન હતી, પણ હવે તો સહનશક્તિની હદ થાય છે. તેથી જ તારે મોઢે આટલી વરાળ નીકળી ગઈ.
બળતે હૃદયે આ બોલી જવાયું છે. હું સમજુ છું કે ઘ૨ની વાત બહાર કરવી તે કાંઇ ખાનદાની નથી. મારી સહનશકિતની હદ આવી ગઈ એટલે આટલું બોલી જવાયું છે. વળી જોને, ચેતન ! રાતે પણ ઘરે આવતો નથી. તેથી વિરહિણીસ્ત્રીની માફક હું આખી રાત વિરહમાં જ પૂરી કરું છું, હવે તો આ વિરહાગ્નિ પણ ખમાતો નથી, તેથી હવે તો તારે જ દૂતીનું કામ કરી, મારા દુઃખનો અંત લાવવાનો છે.
હે શ્રદ્ધા !મારા આતમસ્વામી મારે ઘરે પધારતા નથી. તેથી રાતના વિરહરૂપ જા૨પુરુષ (લંપટ પુરુષ ) આવીને મારા મનડાને સંતાપ આપે