________________
૬૯
અનુભવ રસ જાય છે. તેવી રીતે મમતાને કારણે દુઃખ ભોગવવા છતાં આત્માને મમતાનો સંગ છોડવો ગમતો નથી અપમાન, તિરસ્કાર, વેદના વગેરે બધું સહન કરે છે. એટલું જ નહિ, તે સાવ નરમ ગરીબડો બની જાય છે.
હવે શુદ્ધચેતના તેની સખી શ્રદ્ધાને કહે છે સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે કે તે પોતાના હૃદયની વાત પોતાની સજાતીય વ્યક્તિને કરે છે. જેથી તેનું હૃદય હળવું થઈ જાય તથા ક્યારેક તેની પાસેથી નવો રસ્તો પણ મળી જાય, તેમ ચેતના પણ શ્રદ્ધાને કહી રહી છે કે ચેતન તો મોહનગારો છે. જે તેને જુએ તેને એ ગમી જાય તેવો આકર્ષક છે. વળી ગુણોનો ભંડાર છે. જેથી મમતાએ તેને જોયો અને પોતા તરફ આકર્ષી લીધો પણ હવે તો ચેતન, મમતામય થઈ ગયો છે. વિભાવદશા જ જાણે તેનો સ્વભાવ હોય એવું લાગે છે. જેને કારણે ચેતનસ્વામી પાસે મારું કોઈ નામ લે, ત્યારે તો એવો કઠોર બની જાય છે કે જાણે હું તેની દુશ્મન ન હોઉં? મમતા પાસે જેટલો તે નરમ છે. તેટલો જ મારી પાસે કઠોર બની જાય છે.
ચેતના પોતાની સાહેલી શ્રદ્ધા પાસે હૈયાવરાળ ઠાલવે છે! કવિ બીજી કડીમાં કહે છે,
चेतन गात मनात न ऐसे , मूल वसात जगात् बढावे। कोई न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे।।२।।
હે સખી શ્રદ્ધા!મારા ચેતનપતિને મેં બોલીને, ગાઈને વગેરે વિવિધ પ્રકારે સમજાવ્યો પણ તે મારી એક પણ વાત કાને ધરતો નથી તથા મમતાનો સંગ છોડતો નથી. એ મારી સાથે એવું વર્તન કરે છે કે મૂળ વસ્તુની કિંમત કરતા જકાત વધી જાય છે.
સામાન્ય રીતે રાજયમાં સો રૂપિયાના માલ ઉપર બે – ચાર ટકા જકાત હોય તો વ્યાજબી ગણાય, પણ સો – સવાસો ટકા હોય તો મૂળ વસ્તુ કરતાં તેના પરનો બોજો વધારી મૂકે છે. ચેતન! મમતાના સંગે રહી થોડા જ સમયમાં એટલાં બધાં કર્મ બાંધી લે છે કે એના કારણે ચેતનને અનંતકાળ સુધી દુર્ગતિનાં દુઃખો ભોગવવાં પડે છે અને કર્મને કારણે તેની સોહન, મોહન અને ગુણરોહન વગેરે વિશિષ્ટ શક્તિઓ તિરોહિત થઈ જાય છે પણ જ્યારે ઋણ ચૂકવવાનો સમય આવશે ત્યારે