________________
અનુભવ રસ
પદ-૧૦
“પરમ નરમ મતિ શૌર ન આવે” મનોચિકિત્સક એવા શ્રી આનંદઘનજી મહારાજે માનવમનની સૂક્ષ્મ વૃત્તિઓનું આ પદમાં ઉદ્ઘાટન કર્યું છે. માનવ, પોતાની વ્યક્તિ પાસે કેવો વ્યવહાર કરે છે અને તેનું બાહરીજીવન કેવું છે એનું માર્મિક આલેખન આ પદમાં કર્યું છે.
આનંદઘનજીએ સંસારનું સ્વરૂપ રૂપક શૈલીમાં દોડી રાગમાં વર્ણવ્યું છે. આ પદના પ્રારંભમાં શુદ્ધચેતના સમતાનો સ્વાંગ સજી ચેતનપતિને ઠપકો આપે છે અને કહે છે,
परम नरममति और न आवे - परम मोहन गुन रोहन गति सोहन,
मेरी बैर ऐसे नितुर लिखावे - परम શુદ્ધચેતના, ચેતન આત્માને કહે છે કે હે પ્રેમવત? પેલી મમતા આવે છે ત્યારે તો તમે પીગળી જાવ છો. તમારા વિચાર નરમ થેંસ જેવા થઈ જાય છે, વળી એ વિચારને કારણે તમે કેવા આકર્ષક લાગો છો? પણ ત્યારે તમે વિપરીત ગુણની ખાણ થઈ જાવ છો, પણ જયારે મારો સમય આવે છે ત્યારે તો તમે કેમ કઠોર થઈ જાઓ છો?
ચેતનાએ ચેતનને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા તથા મમતાનો સંગ છોડવા ઘણા રસ્તા બતાવ્યા, પણ ચેતનને તેની કોઈ અસર નથી. તેથી ચેતના – ચેતન પ્રત્યે કઠોર બની જાય છે અને કહે છે કે તમે તો કેવા મૂર્ખ છો? પારકા પાસે તો સાવ નરમ ઘેંસ જેવા થઈ જાવ છો. આ રીતે શ્રી આનંદઘનજીએ ઘરગથ્થુ દૃષ્ટાંત દ્વારા સંસારનું દૃશ્ય ખડું કરી, આત્માર્થીઓને મોક્ષમાર્ગ બતાવ્યો છે.
પરસ્ત્રીગમન કરનાર, વિષયાંધ માનવને જેમ એની સ્ત્રી ઠપકો આપે, ગુસ્સો કરે અને એવો સમય આવે તો લાત પણ મારે અને ક્યારેક ઘસડીને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકે, પણ વાસનાગ્રસ્ત વ્યકિત એ બધું સહન કરે છે તથા અપમાન થવા છતાં વારંવાર પેલી સ્ત્રી પાસે