________________
૩૦૭
અનુભવ રસ ગયો છે. મારો નાથ પક્ષપાત રહિત છે. પક્ષપાત પારકા સાથે થાય પણ મારો સાહિબ તો ગુણાનુરાગી છે. વળી મારો સાહેબ એક ભાવધારી છે. દરેક પાસે આ સાહિબ છે પણ તેને તેની ઓળખાણ થવી જોઈએ. જેણે પોતાના સાહેબને ઓળખી લીધો છે તે તો મોક્ષ પામે છે. યથાર્થદૃષ્ટિથી જોતાં જ્ઞાનનો ભેદ ઓળખાય છે, વાત અનેક પણ તત્ત્વ એક છે.
શ્રી ચિદાનંદજી લખે છે, બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત કબહું નવિ છોડે, ઉનકું કુગતિ બોલાવે.
જબ લગે સમતા ક્ષણું નહિ આવે, કપટમુક્ત બાહ્ય આચરણો અથવા ક્રિયાઓ કરવામાં આવે પણ પક્ષપાતનો ત્યાગ ન થાય તો મુક્તિ ક્યાંથી મળે? અરે દુર્ગતિ જ મળે.
જ્ઞાનવિમલસુરિજી પણ કહે છે,
જગગુરુ નિરપક્ષ કો ન દિખાય, નિ૨૫ખ.. * અપનો અ૫નો હઢ સહુ તાણે, કૈસે મેલ મિલાય..
વેદ, પુરાના સબહી થાકે, તેરી કવન ચલાય... જગગુરુ
પોતાની જાતને જગતગુરુ કહેવરાવાવાળાપણ નિષ્પક્ષ દેખાતા નથી. સહુ કોઈ પોત પોતાના મત અથવા હઠ પ્રમાણે વર્તે છે. આમ કરતાં તારી સાથે મેળ કેમ બેસે.? છે. શ્રી જ્ઞાનાનંદજી કહે છે,
સબ જગ નિજ ગુરુતા કે કારણ, મદગજ ઉપર ઠાય, ગ્યાન, ધ્યાન કછુ જાને નહિ, પોતે ધર્મ બતાય.. જગગુરુ ચાર ચોર મિલ મુલકને લૂટયો, નહિ કોય નૃ૫ દિખલાય, કિનકે આગળ જાય પુકારે, અંધો અંધ પલાય.. જગગુરુ
જગતના માનવી પોતાની ગુરુતાને કારણે મદોન્મત્ત બની બેઠા છે. ધર્મ ધુરંધરો વાસ્તવિક જ્ઞાન, ધ્યાન જાણતા નથી. જેથી ક્રોધાદિ ચાર ચોર આવી શાંતિ સામ્રાજય જીતી લે છે. હૃદયની આ વેદના કોને જઈને કહેવી. આખું વિશ્વ અંધાનુકરણ કરી રહ્યું છે.
આજના ધર્મનેતાઓ તથા તેના અનુયાયીઓ આવી દયનીય દશામાં જીવી રહ્યા છે. હે પ્રભુ! તું તો દયાસાગર છો. તું હવે મારો હાથ ઝાલ અને