________________
49
અનુભવ રસ છે તેનું આ ઉપનામ છે તેમ “આનંદઘન બહોંતેરી' માં “આનંદઘન' ઉપનામ છે. આ રીતે જોતાં “લાભાનંદ’ એમની દીક્ષા અવસ્થાનું નામ છે અને આનંદઘન' ઉપનામ છે.
શ્રી આનંદઘનજીની દીક્ષા તથા ગચ્છ:આનંદઘનજીએ દીક્ષા કયા ગચ્છમાં લીધી હતી તે વિષે વિવિધ મંતવ્યો છે. આચાર્ય બુદ્ધિસાગરજી નોંધે છે, “તેઓશ્રી એ તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. અને તેમનું નામ લાભાનંદજી હતું.”
આનંદઘનજીનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનથી રંગાયેલું હતું તેઓશ્રી સ્વભાવે શાંત અને નિઃસ્પૃહ હશે. તેઓ મધ્યસ્થ દૃષ્ટિથી સત્યનો આદર કરવામાં સદાકાલ તત્પર રહેતા હશે. તેમણે શ્વેતાંબર અને દિગંબર માર્ગના અનેક શાસ્ત્રો વાચ્યાં હશે. તેઓ પોતાના ગુરૂની જેમ તપાગચ્છની સમાચારી પ્રમાણે સાધુ ધર્મની આવશ્યકાદિ ક્રિયા કરતા હતા, પરંતુ ગચ્છભેદના વાદ-વિવાદોથી તેઓ દૂર રહેતા હતા તથા આત્મજ્ઞાનમાં મગ્ન રહેતા હતા. તેમણે જ અનંતનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે, ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકાં
મોહ નડીઆ કલિકાલ રાજે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, “શ્રી આનંદઘનજી મહારાજના સંબંધમાં મને જે હકીકત મળી આવી તે પર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમાં લીધી હોય એમ જણાય છે. તેમનાં કોઈ કોઈ પદો પર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત યતિએ દબો પૂર્યો છે. ટબામાં લખે છે, “આનંદઘનજી સાધુ વેશે રહેતા હતા' સંપ્રદાયમાં ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેઓએ તપગચ્છમાં દીક્ષા લીધી
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઇ પૃ. ૧૫ ૨. આનંદઘન પદ ભાવાર્થ. ભા૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૂઃ ૯