________________
૫૩
અનુભવ ૨સ
પદ-૭
“સાતમ અનુભવ સિવ ” જીવ તથા જગતને જુદા જાણી, અનુભવી, આત્મરસમાં તરબોળ રહેનાર એવા શ્રી આનંદઘનજી મહારાજ આ સાતમા પદમાં જીવની વાસ્તવિક દશાનું ભાન કરાવતા કહે છે,
जग आशा जंजीरकी, गति उलटी कुल मोर;
झकर्यो धावत जगतमें , रहे छूटो इक ठोर; આ કડીમાં કવિએ જીવને મોર કહી સંબોધન કરેલ છે. તે કહે છે કે હે જીવરૂપી મોરલા! આ જગતમાં આશારૂપી જંજીરની ગતિ બિલકુલ વિપરીત છે. જીવ આ જંજીરમાં ફસાવાથી સંસારમાં ફર્યા કરે છે પરંતુ જો છૂટો રહે તો એક સ્થાનમાં રહે છે.
આ પદમાં યોગીશ્વર શ્રી આનંદઘનજી મહારાજે ઘણી માર્મિક વાત કરી છે. કર્મસંગી જીવનું યથાતથ્ય ચિત્રણ કર્યું છે.
જીવ આશાની જંજીરમાં જકડાયેલો છે. નિયમ એવો કે માનવ, પ્રાણી કે પક્ષી બંધનયુક્ત હોય તો તેની ગતિ સીમિત થઈ જાય છે વળી સ્થિરતા અધિક આવે છે અને જો બંધન મુક્ત થઈ જાય તો સ્વતંત્રપણે પોતાની મેળે ફર્યા કરે છે તથા દોડા-દોડ અધિક કરે છે. તેની એક સ્થાને સ્થિરતા ઓછી રહે છે. પરંતુ આ જીવરૂપી મોરલો આશા જંજીરથી બંધાયેલો હોવાથી સંસારની પરિસીમામાં પરિભ્રમણ કરી દશેય દિશામાં દોડા-દોડી કરી રહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
फसिणंपि जो इमं लोयं, पडिपुण्णं दलेज इक्कस्स।
तेणावि से ण संतुस्से, इइ दुप्पूरए इमे आया।। _ धन-धान्य से भरा हुआ संपूर्ण लोक भी यदि कोई किसीको दे देवे , तो इससे भी लोभी संतोष को प्राप्त नहीं होता, इसलिए यह आत्मा दुष्पूर है अर्थात् इसकी तृप्ति होनी अत्यंत कठिन है।
ચૌદ રાજલોકમાં એક પણ સ્થાન એવું નથી કે જીવે તે સ્થાનની