________________
અનુભવ રસ
38
कककककककककककककककककककककककक
આનંદઘનજીનું જીવનવૃત્તાન્ત
આધુનિક સમયમાં ઘણા લેખકો પોતાની સળંગ આત્મકથા લખે છે. કેટલાક લેખકો સ્વાનુભવના પ્રસંગો લખે છે. આત્મકથાના સ્વરૂપનો વિકાસ ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણો થયો છે. જીવનચરિત્ર લખવાની પ્રથા પણ આ બે સૈકામાં ઘણી વિસ્તાર પામી છે. મુદ્રણ કાર્યની સુલભતાને કારણે ગદ્યનો પણ મહિમા વધ્યો અને ત્યારથી અનેક ગદ્યકૃતિઓ દુનિયાની તમામ ભાષાના સાહિત્યમાં લખાવા લાગી છે. આથી સ્વભાવિક રીતે જ કેટલાક લેખકો આત્મચરિત્ર લખવા પ્રેરાય છે.
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં જ્યારે મુદ્રણકાર્યની શોધ થઈ નહોતી અને કૃતિઓ હસ્તપ્રતોમાં લખાતી હતી, ત્યારે શબ્દનું મહત્ત્વ ઘણું હતું. કૃતિઓ બહુધા પદ્યમાં લખાતી. વળી, આત્મકથાત્મક કૃતિઓનું બહુ ગૌરવ થતું નહિ, કારણ કે તેમાં આત્મશ્લાધા આવી જવાનો ભય રહેતો. સવિસ્તર જીવનચરિત્રો લખવાની પણ પ્રથા નહોતી, કારણ કે કવિ-લેખકોને અને વાચકો-શ્રોતાઓને સારભૂત તત્ત્વ સાથે વધુ નિસ્બત હતી. માત્ર મનોરંજનાર્દૂ સાહિત્ય એકંદરે ઓછું લખાતું. જીવનોપયોગી, માર્ગદર્શક, પ્રેરક, ઉદ્ધોધક સાહિત્યનો મહિમા સમાજમાં સવિશેષ હતો. આથી જ સ્થૂળજીવનની નાની નાની વિગતોની આધારભૂત માહિતી લખી લેવાની કે સંઘરવાની વૃત્તિ એકંદરે લોકોમાં ત્યારે ઓછી હતી. વળી જે કંઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ હોય તે શ્રવણ પરંપરામાં કાળક્રમે થોડી-વધુ લુપ્ત થઈ જતી. આથી જ ભારતના મધ્યકાલીન સંતો, કવિઓ, શ્રેષ્ઠીઓ, સમાજનેતાઓ વગેરે વિશે આધારભૂત માહિતી અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાલવારીની બાબતમાં તો ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હોય છે. અલબત્ત, સંતોના જીવનની આસપાસ ચમત્કાર ભરેલી