________________
અનુભવ રસ ઘણી દંતકથાઓ પ્રચલિત બની જતી હોય છે. એ દરેકમાં તથ્ય કેટલું હોય છે એ સંશોધનનો પ્રશ્ન રહે છે. જ્યારે આવી સ્થિતિ પ્રર્વતતી હોય છે ત્યારે ચરિત્રનાયક વિશે શક્ય તેટલી માહિતી મેળવવા જે પ્રયત્ન કરવો પડે છે તેમાં બાહ્ય અને આંતર પ્રમાણો ઉપર આધાર રાખવો પડે છે.
કવિ આનંદઘનજીનો જીવનકાળ તે અકબર બાદશાહના જીવનના અંતિમ વર્ષો અને જહાંગીર બાદશાહનો શાસનકાળ. એ કાળ ભૌતિક દૃષ્ટિએ સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો કાળ હતો. હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચે ધાર્મિક વૈમનસ્ય રહ્યું ન હતું. જૈનો તો અહિંસાના પૂજારી એટલે સુસંવાદી જીવનના હિમાયતી કહેવાય. આવા આ કાળમાં દેખીતી રીતે જ શાસનકર્તાઓની જીવનપ્રણાલીનો પ્રભાવ લોકોના જીવન ઉપર પડે. એક ફક્ત ભાષાની દૃષ્ટિએ જ વિચારીએ તો અરબી-ફારસી ભાષા યવનોની ભાષા ગણાય. સંસ્કૃતના હિમાયતી હિન્દુ પંડિતો માટે તો તે સર્વથા વર્જય ગણાય. પરંતુ આનંદઘનજીના સમયમાં આવો ભાષાવિરોધ રહ્યો ન હતો. તેથી એ કાલમાં કેટલાયે કવિઓની કવિતાની ભાષા ઉપર અરબી-ફારસી ભાષાની ઘણી મોટી અસર પડી છે. આનંદઘનજી, યશોવિજયજી, સમયસુંદર, ગુણવિનય, સહજસુંદર વગેરે તત્કાલીન ઘણા કવિઓની કૃતિઓમાં કેટલાયે અરબી ફારસી શબ્દો આવે છે. એનો અર્થ એ થયો કે અરબી ફારસી ભાષાને માત્ર જીવનવ્યવહારમાં જ સ્થાન ન મળતાં કવિતાઓમાં પણ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળી ગયું હતું. આનંદઘનજીનાં સ્તવનોમાં અને વિશેષતા પદોમાં આપણને અરબી ફારસી શબ્દો જોવા મળે છે.
દિલ્હીની ગાદી ઉપર બાબરથી શરૂ કરીને મોગલ બાદશાહોએ જે સામ્રાજ્ય વિસ્તાર્યું કે રાજસ્થાન અને ગુજરાત સુધી વિસ્તર્યું હતું. મોગલ બાદશાહોમાં સુવર્ણકાળ તે અકબર બાદશાહનો ગણાય છે. અકબરના પુત્ર જહાંગીરના સમયમાં પણ આ પરંપરા સારી રીતે જળવાઈ રહી હતી. બાબરનો સમય તે સંઘર્ષનો સમય હતો. અકબર અને જહાંગીરનો સમય શાંતિ અને સમૃદ્ધિનો કાળ હતો. શાહજહાંનો ઉત્તરકાળ અને ઔરંગજેબનો જીવન કાળ તે ફરી સંઘર્ષનો સમય બની ગયો હતો. શહેનશાહ અકબરનો કાલ સુવર્ણયુગ તરીકે બની ગયો, કારણ કે તેના