________________
અનુભવ રસ
40
મૂળમાં અકબરની ઉદાર ધર્મદેષ્ટિ હતી. અકબર બાદશાહના દરબારમાં હિન્દુ પંડિતો, કલાકારો અને ધર્માચાર્યોને માનભર્યુ સ્થાન હતું. તેવી જ રીતે અકબર બાદશાહ ઉપર તેમના ઉત્તરજીવનમાં જૈનઆચાર્યોનો ઘણો મોટો પ્રભાવ પડયો હતો. શ્રી હીરવિજયસૂરિને અકબર બાદશાહે પોતાના દરબારમાં પધારવા માટે ઠેઠ ગંધાર (કાવી પાસે ) નિમંત્રણ મોકલાવ્યું હતું. હીરવિજયસૂરિ પાદવિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમણે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો હતો. જ્યારે હીરવિજયસૂરિ વિહાર કરી ગુજરાત ત૨ફ પાછા ફરવાનો વિચાર કરે છે, ત્યારે અકબર બાદશાહની વિનંતીથી પોતાના તેજસ્વી શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાયને થોડો વધારે સમય અકબર બાદશાહ પાસે રોકાવાનું કહે છે. શાંતિચંદ્ર પણ તપસ્વી અને સાધક હતા. તેમના પ્રભાવથી અકબર બાદશાહનું વલણ જૈનધર્મ ત૨ફ વધુ અને વધુ ઢળતું ગયું હતું, તે એટલી હદ સુધી કે અકબર બાદશાહ જીવનના છેલ્લાં વર્ષોમાં શુદ્ધ શાકાહારી બની ગયા હતા. એક માંસાહારી મુસલમાન બાદશાહ જૈન સાધુઓના પ્રભાવથી શાકાહારી બને એ ઘટના કાલ્પનિક નથી, પણ ઐતિહાસિક છે. આ ઘટનાનો ઉલ્લેખ અંગ્રેજ ઇતિહાસકારોએ પોતાના ઇતિહાસમાં કર્યો છે અને ખુદ મુસલમાન ઇતિહાસકારોએ પણ આ ઘટનાનો સ્વીકાર કર્યો છે.
આવા આ કાળમાં ઉપાધ્યાય યશોવિજયજી આનંદઘનજી, સત્યવિજયજી, સમયસુંદર વગેરે ખ્યાતાનામ કવિઓ જૈન પરંપરામાં થઈ ગયા.
આનંદઘનજીનો જન્મકાળઃ
સત્તા પિપાસુ સાધકો, સત્ને પામવા માટે સત્ની શોધમાં જેમ બાહ્યદૃષ્ટિએ દુનિયાની વિવિધ દિશાઓમાં ધૂમે છે તેમ આવ્યંતર દૃષ્ટિએ આત્માના અતલ ઊંડાણમાં ચાલ્યા જાય છે. સ્વાધ્યાય એ એમનું વસન અને ધ્યાન એ જ એમનું ભોજન બને છે. આવા સંતોની ઓળખ તેમના દેહથી કે દૈહિક ક્રિયાથી નહીં, પણ તેમનાં જ્ઞાનથી થાય છે. માટે જ કબીરે કહ્યું છે.