________________
અનુભવ રસ
૨૮૦ : પાલેમિ. સ્વરૂપગુપ્તા આત્મા બોલે છે કે હે પ્રભુ! મને આપની વાણી પર શ્રદ્ધા છે. તેની મને પ્રતીતિ થાય છે. હું આપની વાણીમાં રુચિ ધરાવું છું તેની મને સ્પર્શના થાય છે અને હું તેનું પાલન પણ કરું છું. મુમુક્ષુ આત્મા આ પ્રકારે અનુભવે છે એ રીતે ચેતન કહે છે કે મને તો મારા દર્શનમાં આનંદ આવે છે. હવે તો તેની સ્પર્શના કરવાની તાલાવેલી જાગી છે. હું મને પામી, મારામાંજ એકતાન બની જાઉં જેથી તેનું જ અમૃતપાન કર્યા કરું. હવે મારે મારા સુખ સિવાય બાહ્ય કોઈપણ પદાર્થોની રુચિ નથી. આ શરીર સાથે સંબંધ રાખનારામાં મને ક્યાંય ઉજ્જવળતા દેખાતી નથી.
ચેતનના વિવેકચક્ષુ ખુલતાં વાસ્તવિક સ્થિતિનો બોધ થયો છે. વસ્તુ સ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય તે વસ્તુગત ધર્મોની અવાંતર સ્થિતિનાં હાર્દમાં વગર તેઓનું સ્વરૂપ વિચારવામાં કે ચીતરવામાં આવે તો તેનો વાસ્તવિક ભાવ હૃદયમાં સ્કુરે નહીં, ત્યાં તેને સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી. તેથી તે વાત ચોકખી હોવાની શક્યતા બહુ ઓછી છે.
આ પદમાં “ગાત' શબ્દનો પ્રયોગ કર્યો છે. જો કે શરીરને પણ ગાત્ર કહેવાય છે. માનવને શરીર પરનો મોહ ત્રાસ આપે છે અને ત્યારપછી છે જાત જેનો બીજો અર્થ થાય છે. જ્ઞાતીઓ જ્ઞાનદષ્ટિ ખૂલતાં આ બધું બોજારૂપ લાગે છે. સાંસારિક વિષયો પરત્વે ચેતનને વૈરાગ્ય આવી જાય છે એટલે તે તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે.
જીવને જ્યારે શુદ્ધાવબોધ થાય છે ત્યારે જીવની આવી દશા થાય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત જો એવો પ્રસંગ બની જાય તો તે વખતે પોતાની યોગ્યતા સમજી યોગ્ય ગુરુની નિશ્રામાં યોગ્ય નિશ્ચય થઈ જાય તો ઉત્તમ કાર્ય થયું ગણાય.
આ સમયે વીજળીના ઝબકારા જેવી આકારની સ્પર્શના થાય છે અને વારંવાર ચિરકાળ લાભ મળતો રહે છે. અહીં ચેતનની દશા ઈચ્છાયોગ સુધી જ છે છતાં પણ આટલું પરિવર્તન થાય તો જ્યારે વિવેકજ્ઞાન થાય પછી તેની દૃષ્ટિ કેવી બદલાઈ જશે.
હવે ચેતન વિશેષ શું બોલે છે તે કવિના શબ્દોમાં જોઈએ.