SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અનુભવ રસ प्रांननाथ विछुरेकी वेदन, पार न पावू अथाग पगोरी માનંઘન કમુ અશન ગોપટ, ઘાટ ઉતારા નાથ મોરી...તારી..રૂા. ચેતન કહે છે કે અનુભવદૃષ્ટિ જ મારા પ્રાણની રક્ષા કરશે. તે જ મને સાચું જીવન આપશે, પણ આ દૃષ્ટિનો માર્ગ વિષમ છે. તેના ઉંડાણનો પાર પામી શકાય તેમ નથી, જેમ સમુદ્રના પાણીનો તાગ નીકળી શકે નહીં એ રીતે અનુદૃષ્ટિનો ભાગ મળી શકે નહીં. જેમ સમુદ્રના ઊંડા જળમાં પડેલી વસ્તુ પાછી હાથ લાગવી મુશ્કેલ છે એ રીતે અનુભવ વિના જીવ, સંસારસમુદ્રમાં ખોવાઈ જાય છે. બીજી રીતે સ્વરૂપાનુભવમાં ડૂબેલો આત્મા સંસારમાંથી નીકળી જાય છે. ચેતન કટ્ટે છે અને અનુભવ માર્ગનો વિરહ પડયો છે. આ વિરહકાળ અથાગ છે. મારા પ્રાણ તો મારી પાસે જ છે તેને જાગૃતદશામાં લાવવાની સ્થિતિનો વિરહ પડયો છે. એ જ મોટી પીડા છે. આ પીડા કોઈ બહારની નથી પણ 'મારી પોતાની છે. ચેતન કહે છે કે મારું વાસ્તવિક સ્વરૂપ આનંદઘનરૂપ છે. તે સ્વરૂપનાં દર્શન કરી મારે તેનો અનુભવ કરવો છે. પણ એ માર્ગ ઘણો વિષમ ને વિકટ છે. હે આત્મ વિભુ! આપના દર્શન કરવાના માર્ગનું મને જરાપણ જ્ઞાન ન હોવાથી એ માર્ગ મને વિષમ તથા મુશ્કેલ લાગે છે. તેથી આ દુર્ગમ માર્ગ સરળ બને માટે જ અનુભવરૂપી નૌકા મને આપો જેથી હું મારા સાધ્ય સ્થાને પહોંચી શકું, હે નાથ! મારા પૂર્વકાળના દોષોની મને ક્ષમા આપો. આપ મારા પર કૃપા કરો. મારો હાથ ઝાલી મને સામે કિનારે પહોંચાડી દો. ઉપરનું કથન જેમ ચેતન કહે છે તે પ્રમાણે ચેતના પણ કહે છે કે મારા પિતા ચેતનત્વ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ પિતાજીની પાછળ તેરમે ગુણસ્થાનકે ચાલી ગઈ. અરે! બીજું તો શું મારો પેટનો એકનો એક પુત્ર કેવળજ્ઞાન! તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યો ગયો. હું માર્ગમાં ભૂલી પડી ગઈ છે. તે કોઈ મને મળતા નથી અને બધા મારાથી વેગળા થઈ ગયા છે. બસ મારે તો બધા દિવસ હે શુદ્ધ દર્શન! તારું જ સ્મરણ ને રમણ છે. એમાં જ હું રંગાઈ ને ગરકાવ થઈ ગઈ છું. અહો! વિશુદ્ધ દર્શન! હવે મને તારો જ આધાર છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy