________________
૧૨૭
અનુભવ રસ તથા જોનાર ચેતન પોતે જ છે. જ્ઞાતાદેષ્ટા એ તો ચેતનનો સ્વભાવ છે અને તે જીવનો અસાધારણ ગુણ છે. વળી ચેતનનું આ કાર્ય સર્વજન વિહિત હોવા છતાં ચેતનને જાણવાજોવાની શક્તિ સર્વ સામાન્ય જીવોમાં નથી હોતી. છતાં તેના સ્વરૂપનું વર્ણન શાસ્ત્ર આધા૨ે સમજવા અધિકાધિક પ્રયત્ન થતાં રહે છે. તેનું સ્વરૂપ વચનાતીત છે તો પછી તેની ઓળખાણ કઈ રીતે કરવી? કવિને પ્રશ્ન થાય છે કે આત્મા શું રૂપી છે? રૂપી પદાર્થમાં તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેનો આકાર વગેરે છે. ત્યારે શ્રી દેવસેનઆચાર્યજી કહે છે,
कास रस रुप गंधा सददादीया य जस्स णत्थि पुण्ते । सुद्धो चेयण भावो, ळिरंञणो सो अहं भणिओ ।।
વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ અને શબ્દ આદિ જેમાં કાંઈ પણ ન હોય તે જીવ દ્રવ્ય છે. કારણકે એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. આ પ્રકારનું સ્વરૂપ હોવાથી તે વાણીનો તથા દૃષ્ટિનો વિષય બની શકતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રુપ બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂ૫:૧
અહીં શિષ્ય ગુરુદેવને પ્રશ્ન કરે છે કે જીવ છે, તેનું પ્રમાણ શું? કારણકે જીવ, દૃષ્ટિમાં તો આવતો નથી તથા તેનો બીજો પણ કોઈ અનુભવ નથી તો પછી તેને રૂપી કેમ કહેવાય ? તથા તેને ચેતન કેમ મનાય?
કોઈક દર્શનકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે પંચ મહાભૂતના સંયોગથી આત્મા ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચે મળે છે ત્યારે તેમાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેને આત્મા કહેવામાં આવે છે. વળી કોઈ આત્માને નિત્ય તો કોઈ અનિત્ય માને છે.
કવિશ્રી કહે છે કે હે ચેતન ! તારું સ્વરૂપ કેવું છે તે તો બતાવ. જો રૂપી કહું તો તે વાત બુદ્ધિગમ્ય પણ થતી નથી અને જો અરૂપી કહું તો જેમ આકાશને કોઈ બાંધી શકતું નથી તથા હાથથી પકડી શકતું નથી તેમ જો અરૂપી કહું તો તેને પુણ્ય – પાપરૂપ કર્મનું બંધન કેમ લાગી શકે?