________________
અનુભવ રસ
૧૨૮ વળી અરૂપીની ઉત્પત્તિ તથા નાશ પણ ન હોય પણ જીવમાં આ ક્રિયા જણાય છે.
જો આત્માને અરૂપી કહેવામાં આવે તો તેને કર્મબંધ કેવી રીતે સંભવી શકે? અરૂપી ને રૂપીનું બંધન કેમ કરીને ઘટે? વળી આત્મા સંસારાવસ્થામાં હોય ત્યારે કર્મથી બંધાય છે ને ત્યારે તે રૂપી લાગે છે. માટે આ પ્રમાણે આત્માને અરૂપી વિશેષણ સંપૂર્ણ લાગુ પડતું નથી. તો પછી, હે ચેતન? તને હું શું રૂપારૂપી કહું? તું અમુક અંશે રૂપી અને અમુક અંશે અરૂપી એમ કહું તો પણ વિરોધ આવે છે. કારણ કે સિદ્ધ ભગવાન કર્મરહિત છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણરત્નોનો ભોકતા તથા અમૂર્ત
સ્વરૂપી હોવાથી રૂપારૂપીપણું ત્યાં ઘટતું નથી. માટે આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી કહેવો તે વાતમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી હે ચેતના, તારું સ્વરૂપ તો વિલક્ષણ છે. તે જાણવું અને સમજવું બહુ કઠિન છે. શ્રી આનંદઘનજી મહારાજ આગળ કહે છે,
सिद्ध सरुपी जो कहुं रे, बंध न मोक्ष विचार; નવસંસાર ના થારે, પુન્ય પાપ અવતાર...નિશાના ૨ા.
અહીં શ્રીમજી કહે છે, હે ચેતન !તને સિદ્ધ સ્વરૂપી કહું તો એ વાત પણ મારી શ્રદ્ધામાં આવતી નથી. કારણકે સિદ્ધને નથી કોઈ બંધન, તો
ત્યાં ગયા પછી બીજો કોઈ મોક્ષ નથી. મુક્તાત્મા બીજા કયા પદાર્થથી મુક્ત બને? વળી મુક્તાત્માને કર્મબંધ પણ સંભવી શકતો નથી. સંસારમાં બંધન છે તો બંધથી મુક્તિ પણ છે પરંતુ સિદ્ધ ભગવાનને એ ઘટતું નથી. માટે ચેતનને એકાંતે સિદ્ધસ્વરૂપી કહી શકાય નહીં.
ચેતન સંસારમાં વર્તે છે. પૌદ્ગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે તથા તેને શુભાશુભ પરિણામે પ્રવર્તે છે. એથી પુણ્ય – પાપરૂપી બંધ થાય છે એના ફળસ્વરૂપ સદ્ગતિ કે દુર્ગતિ એને ભોગવવી પડે છે.
કવિશ્રી આનંદઘનજી આ પદની ત્રીજી કડીમાં કહે છે, सिद्ध सनातन जो कहुं रे, उपजे विळसे कोण; उपजे विणसे जो कहुं प्यारे, नित्य अबाधित गौन... निशानी।।३।।
જો આત્માને સિદ્ધ સનાતન કર્યું તો તે પણ યોગ્ય નથી કારણકે તેથી ઉત્પત્તિ અને નાશરૂપ ક્રિયા આત્મામાં ઘટી શકતી નથી. વળી જીવ