________________
31A
અનુભવ ૨સ
અહો હું અહો હું મુઝને કહ્યું, નમો મુઝ નમો મુઝ રે,
ધ
(સ્તવનઃ ૧૬, ગાથાઃ ૧૩) સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અ ંત્વ અને મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે. સાધક આનંદઘન તો પોતાના પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એકવાર જાગે તો જન્માંતરેય જતી નથી. એ આદિ અનંત છે, જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એકવાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરીને બેઠો હોય છે
આવા અલક્ષ્યને લક્ષ્ય કરનારા સંતોની પરમ ઉજ્જવળ પરંપરાનાં મધ્યકાલીન સાહિત્યમાં દર્શન થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદ કે શામળ જેવા સર્જકો કૃતિને અંતે પોતાનો પરિચય આપતા હોય છે. પોતાનું નામ, જ્ઞાતિ, સ્થળ તેમજ કૃતિનું પ્રયોજન દર્શાવતા હોય છે, જ્યારે આનંદઘનની કોઈ કૃતિમાં એવો પરિચય સાંપડતો નથી. કવિનું ઉપનામ આનંદઘન છે અને એ આનંદઘન ઉપનામ સિવાય એમણે એમનું મૂળનામ પણ એમની કૃતિઓમાં કોઈ ઠેકાણે દર્શાવ્યું નથી.
માત્ર એક પદમાં આ મસ્ત એકલવિહારી આત્મસાધકે અનોખી રીતે પોતાની ઓળખ આપી છે. આ પદમાંથી એમની આનંદમતાનું જ સૂચન મળે છે. આનંદઘનનાં માતાપિતા કોણ? એમની જાતિ કે જ્ઞાતિ કઈ? એ સઘળાને તેઓ આનંદઘન તરીકે ઓળખાવે છે. સચ્ચિદાનંદની પરમ અનુભૂતિ વખતે સાધકનું વ્યક્તિત્વ એમાં કેટલું બધું ઓતપ્રોત થઈ જાય છે, તે આ પદમાં દર્શાવે છે.
ધમેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન,
માત આનંદઘન, તાત આનંદઘન,
ગાત આનંદઘન, જાત આનંદઘન.
આ પદની પંક્તિએ પંક્તિમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. સાધકની અવર્ણનીય દશાની મસ્તીનાં આ શબ્દોમાં તાદ્દશ્ય દર્શન થાય છે.
અલક્ષ્યને લક્ષ્ય કરનારા આવા યોગી આનંદઘનજીના ‘અનુભવ રસ’ નું પાન કરાવવા બદલ પૂ. ડૉ. જસુબાઈ સ્વામીને હું અભિવંદના કરૂં છું.