________________
૨૫s
અનુભવ રસ દ્રવ્યની ત્રિકાલવર્તી પર્યાય જણાશે. પછી તો તે સ્વરૂપની નય-નિક્ષેપ દ્વારા કહેવાની તથા શુદ્ધ સ્વરૂપની વાતો કરવામાં અનેરો આનંદ આવશે. તારી વિરહ વેદના ભાગી જશે. અત્યાર સુધી જે દુઃખ સહન કર્યું છે તેનો બદલો વળી જશે. ત્યારે સુમતિ કહે છે શુદ્ધદશામાં અપૂર્વઆનંદ આપનારા હે પ્રભુ! હું આપના ઓવારણાં લઉં છું. આપની એવી સ્થિતિ આવતા મારા તન-મનનાં તાપ દૂર થશે. આપની આટલી વાત સાંભળવા માત્રથી મને હર્ષ થાય છે તો પધાર્યા પછી તો કેટલો આનંદ થશે? પણ નાથ! ખાસ વાત એ કરવાની છે કે પાછા કઠોર બની જતાં નહીં, નિર્દય દિલના ના થઈ જતાં આ રીતે સુમતિ દ્વારા ચેતના, ચેતનને વિનંતી કરી રહી છે. ટબાકાર કહે છે કે હે શ્રદ્ધ! મતિના મહેલમાં શુદ્ધ આત્મદેવ બિરાજે છે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ છું. અત્યાર સુધી ચાર ગતિરૂપ મહેલ હતો તેને બદલે હવે મોક્ષ મહેલ થઈ ગયો છે. શુદ્ધ સ્યાદ્વાદસ્વરૂપચારિત્ર દ્વાર પ્રવેશે મુગતિ મહેલમાં સહેલ કરીશ જ્યાં અરિહંત ભગવાનની વાણી રસનાં તરંગો ઊઠે છે. એવા આનંદઘન પ્રભુ! હું તમારી આ વાત સાંભળીને તમારા પર બલી–બલી જાઉં છું અર્થાત્ ઓવારણાં લઉ છું. અત્યાર સુધી અશુદ્ધ ઉપયોગની ઘણી-ઘણી વાતો અને વર્ણન કર્યા હવે તેવી વાતો ના કરશો.
શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં વ્યાવહારિક વાતોમાં આધ્યાત્મિકભાવોનો પ્રાણ પૂરી, સામાન્ય બુદ્ધિવાળા વાચકવર્ગના મગજમાં ઊતારી બધાને ભાવવિભોર બનાવી દીધાં છે. ચેતના ઘણી વ્યાકુળ હતી પણ ચેતનના થોડા આશ્વાસનથી ચેતના આવ્યાસિત થઈ ગઈ. હવે તન-મનમાં શાંતિ થઈ તેથી તે કહે છે કે હે નાથ ! આપ મારા મંદિરે પધારશો તેની મને ખાતરી જ છે. આ એક વખત તેના તરફ જોઈ લો પછી આપને ખ્યાલ આવી જવો જોઈએ કે આપ જ્યાં છો તે આપનું સ્થાન નથી. આપનું ચિરસ્થાયી સ્થાન સિદ્ધક્ષેત્ર છે. આટલું જાણી લો પછી આપ વહેલા કે મોડા જરૂર ત્યાં પધારો તેની મને ચિંતા નથી. ચેતનાની વાત સાંભળી આજ સુધી ચેતને મોટું ખોલ્યું નહોતું તે ખોલી નાખ્યું. ચેતનાની વાતો, તેનો મીઠો ઠપકો, તેની કઠોરવાણી, તેની ધમકી બધું જ આજ સુધી ચેતને સાંભળ્યું ત્યારે આજે ચેતના સાથે વાતો કરતાં