________________
૨૫૭
અનુભવ રસ કહે છે કે હે ચેતના! હું ગમે ત્યાં ભલે હોઉં પણ આખર તો મારે ને તારે સાથે જ રહેવાનું છે ને? સાદિ-અનંતકાળ સુધી આપણો યોગ સર્જાશે. આપણે સિદ્ધક્ષેત્રમાં જઈને સહેલ કરીશું. અનંત સિદ્ધોની સાથે આત્મભાવમાં રમણ કરશું ચેતન તથા ચેતના શાશ્વત સુખ, સહજાનંદ, નિજાનંદની મસ્તીમાં મસ્ત બને છે.
આમ, કવિ આનંદઘનજીએ આ પદમાં ચેતનાના વિરહની વેદનાનું અને ચેતન સાથેના મિલનનાં આનંદનું હોળીના વ્યાવહારિક દૃષ્ટાંત દ્વારા સરસ વર્ણન કર્યું છે.
કવિ આનંદઘનજીનાં ઉત્તમ પદોમાંનું આ એક પદ છે.