________________
૨૦
અનુભવ રસ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
गुणाणमासओ दव्वं एगद्रव्वरिसया गुणा।।
लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे।। જે ગુણનું આશ્રયસ્થાન છે તે દ્રવ્ય તથા એક દ્રવ્યને આશ્રિત જે હોય તે ગુણ છે અને જેમાં ગુણ અને પર્યાય હોય તેને દ્રવ્ય કહેવાય છે. પર્યાય એટલે પલટાતી અવસ્થા, જે પદાર્થ અથવા ગુણમાત્રમાં હોય છે તેમ શ્રી સંતબાલજી કહે છે.
મૂળભૂત દ્રવ્યના સામાન્યરૂપે છ સ્વભાવ છે.
(૧) અસ્તિત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રમેયત્વ (૫) અગુરુલધુત્વ અને (૬) સન્દુત્વ.
(૧) અસ્તિત્વઃ – દરેક દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયથી અસ્તિત્વરૂપ છે. એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં પ્રવેશી જતા નથી. એક દ્રવ્યનો સ્વભાવ બીજા દ્રવ્યના સ્વભાવરૂપ બની જતો નથી. જેમકે જડ કદી ચેતન બનતું નથી ને ચેતન કદી જડ થતું નથી. કારણ દરેક દ્રવ્યનો અસ્તિત્વ ગુણ છે.
(૨) વસ્તુત્વ- જેમાં ગુણ અને પર્યાય રહે તે વસ્તુ. એક આકાશપ્રદેશ પર છએ છ દ્રવ્યો હોવા છતાં વસ્તુત્વગુણને કારણે બધાં ભિન્નભિન્ન છે. ક્ષીર – નીરવ.
(૩) દ્રવ્યત્વઃ- દરેક દ્રવ્ય પોત પોતાના ગુણથી યુક્ત છે. જેમકે સાકરમાં મીઠાશ અને લીમડામાં કડવાશ નામનો ગુણ.
(૪) પ્રમેયત્વઃ- પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણોથી જાણી શકાય છે. જેમકે પુગલ ઉત્પન્ન થાય છે અને વિણસે છે. જીવ જાણે છે અને જુએ છે. આ પ્રકારે દરેક દ્રવ્ય પોતાના અસાધારણ ગુણથી જાણી શકાય છે.
(૫) અગુરુલઘુત્વઃ – દરેક ગુણ ષગુણ હાનિ-વૃદ્ધિ પામે છે તે પોતપોતાની અપેક્ષાએ ગુ–લઘુ નથી માટે અથવા એવા પ્રકારનાં અપૂર્વ ધર્મો તેમાં છે તેથી અગુરુલઘુત્વ છે.
(૬) સન્દુત્વઃ - દરેક દ્રવ્ય એક સમયમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે છતાં પણ તેનો બિલકુલ નાશ થતો નથી કારણકે તે દ્રવ્યનો સત્ સ્વભાવ છે.