________________
૨૧
અનુભવ રસ
આ રીતે જીવ દ્રવ્ય સ્વરૂપ છે. સંસારીજીવ જે શરીરધારી છે તે જન્મે છે તથા મૃત્યુ પામે છે. એમાં શરીરની દશા બદલાય છે પણ જીવ તો જીવ સ્વરૂપ જ રહે છે જેમ રંગમંચ પર નાટકિયો વિધવિધ પ્રકારના વેશ ધારણ કરે છે ને પાત્ર ભજવે છે પરંતુ દરેક પાત્રમાં પોતે તો જે છે તે જ છે. દરેક દ્રવ્યના ગુણધર્મો સત્ સ્વરૂપ છે પરંતુ પર્યાય ઉત્પન્ન થાય છે છે અને નાશ પામે છે. એક દ્રવ્યમાં અનંત ગુણ છે અને એક એક ગુણની અનંત-અનંત પર્યાય છે તથા દ્રવ્યના પણ પર્યાય છે કવિ કહે છે કે નટનાગર એવા જીવની સંસારની બાજી પણ આવા પ્રકારની જ છે. આત્મરૂપ નટનાગરની બાજી કેવી યુક્તિ યુક્ત છે તે આ પદની બીજી કડીમાં કવિ કહે છે,
एक अनेक अनेक एक कुनी, कुंडल कनक सुभावे । जल तरंग घट मांही रविकर, अगिनत तादी सभावे.....
અવર્... ।। ૨ ।। આત્મા દરેક અવસ્થામાં એક હોવા છતાં અવસ્થા ભેદે જુદો-જુદો જણાય છે. આ વિચાર સમજાવવા માટે શ્રી આનંદઘનજીએ અહીં સરસ ઉદાહરણો આપ્યાં છે. જેમકે સુવર્ણ કુંડલમાંથી હાર બનાવવામાં આવે તો પણ બંને અવસ્થામાં સુવર્ણ તો તેનું તે જ રહે છે, ઘાટ બદલાય છે. એવી રીતે પાણીથી ભરેલા વાસણમાં અનેક તરંગો ઊઠે છે અને તેમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અનેક સૂર્યો દેખાય છે. પણ સૂર્ય તો તેનો તે જ છે તેમ આત્મા પણ અવસ્થા ભેદે અનેકરૂપ જણાતો હોવા છતાં દરેક સમયે એકનો એક જ છે. આત્મા તો એક છે પણ ગુણ-પર્યાયને કા૨ણે અનેકરૂપે વ્યક્ત થાય છે. એટલે કે અનેકરૂપોમાં એકત્વરૂપી આત્મા તો છે જ. શ્રી દેવચંદ્રજી મહારાજ આગમસા૨માં લખે છે,
‘જીવ દ્રવ્ય અનંત છે. જીવના પ્રદેશો અસંખ્યાતા છે. ગુણો અનંત છે અને પર્યાય અનંત છે. પરંતુ જીવત્વ સર્વ જીવોમાં સરખું હોવાના કા૨ણે એકપણું પણ છે. તેથી જીવ દ્રવ્યનું ચારગતિમાંથી કોઈપણ ગતિનો જીવ હોય પરંતુ જીવત્વગુણને કારણે એકપણું છે અને જીવના ગુણોનો ક્રમિક વિકાસ અર્થાત્ જીવની વિશુદ્ધિના ક્રમિક વિકાસને કારણે અનેકપણું પ્રતિભાસે છે. તેથી જ જૈનદર્શનની સાપેક્ષ દૃષ્ટિ આ વાતનું સમર્થન કરે છે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે,