________________
૧૭૮
અનુભવ રસ
મારા શરીરના ધર્મને કારણે અને નામકર્મના ઉદયે મારા અધ્યવસાયના પરિણામે મેં ક્યારેક ઉષ્ણસ્પર્શવાળા પરમાણુ અધિક ગ્રહ્યા હોય તો કોઈ વખત શીતસ્પર્શવાળા પરમાણુ અધિક સ્પર્શયો હોય છે. તેથી કોઈ વખત શરીર ગરમ લાગે તો કોઈ વખત ઠંડું પણ તે મારો પોતાનો સ્વભાવ નથી. એ છે પુગલ ધર્મ હું લાંબો કે ટૂંકો પણ નથી. મારા આત્મપ્રદેશોને રહેવાનું જેવું ને જેવડું પાત્ર મળે તે પ્રમાણે હું રહું છું તેથી ક્યારેક હું કંથવા જેવડો નાનો જણાઉં છું તો ક્યારેક હાથી જેવડો મહાકાય જણાઉં છું પણ એ કર્મરૂપ પુદ્ગલનાં કાર્યો છે.
શ્રી પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે કેવળી જ્યારે કેવળ સમુદ્યાત કરે છે ત્યારે તે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં ફેલાવે છે ત્યારે હું મોટામાં મોટો જણાઉ છું. જે જીવને કેવળજ્ઞાન પામ્યા પછી જો નામ, ગોત્ર અને વેદનીયકર્મની સ્થિતિ વધારે હોય અને આયુષ્યકર્મની સ્થિતિ ઓછી હોય તો બધાં કર્મની સ્થિતિ સમાન કરવાની હોવાથી અને વળી તે ચરમશરીરી હોવાને કારણે તેને કેવળ સમુદ્યાત થઈ જાય છે.
મહાવીર પ્રભુને ગૌતમ પ્રશ્ન પૂછે છે, कत्ति समतिए णं भन्ते! केवलि समुग्धाए पन्नते ? गोयमा। अठ्ठ समति ते पन्नते तंजहा, पढम समए दंडं करेति बीए समए कवाडं करेति, ततिए समए मंथं करेति, चउत्थे समए लोगं पूरेति, पंचमे समए लोयं पडिसाहरति, छठे समए मंथं पडिसाहरति, सत्तमए समए कवाडं पडिसाहरति, अतुमे समए दंडं पडिसाहरति, दंडं पडिसाहरेत्ता तओ पच्छा सरीरत्थे भवति।।
હે ભગવાન! કેવળી સમુદ્યાત કેટલા સમયનો છે? હે ગૌતમ! આઠ સમય પ્રમાણ કહ્યો છે. તે આ પ્રમાણે પ્રથમ સમયે દંડ કરે છે. બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મન્થાન કરે છે. ચોથા સમયે લોકને પૂરે છે એટલે કે લોકવ્યાપી થાય છે, પાંચમા સમયે લોક સંહરે છે. છઠ્ઠા સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે છેવટે દંડ સંહરી શરીરસ્થ થાય છે.
કેવળ સમુદ્યાત થતાં પહેલાં આત્મા મોક્ષ સન્મુખ થાય અને પછી સહજતાથી આત્માના પ્રદેશો શરીરમાંથી નીકળી પ્રથમ ઊદ્ગલોકના છેડાથી અધોલોકના અંત સુધી દંડાકારે થાય છે. ત્યાર પછી તે પ્રદેશો ચારેય