________________
અનુભવ રસ
૨૬૮ મારા સ્વરૂપનું વાસ્તવિક ભાન થશે ત્યારે હું તારી સંગતમાં પડી જઈશ અને તને આનંદથી ભેટીશ. મારાં જ્ઞાનચક્ષુ હવે ખુલી ગયાં છે. મને હવે ખ્યાલ આવ્યો છે કે પિત્તળ કદી સોનું થતું નથી. પિત્તળ તો પિત્તળ જ રહે છે ને સોનું તે સોનું જ રહે છે. સોનાને અગ્નિમાં નાખવાથી સોનાની કિંમત વધે છે તે પ્રમાણે હે ચેતના! તું તો સોના જેવી છો. અત્યારે તારી અગ્નિપરીક્ષા થઈ રહી છે. તું સુવર્ણ બની મારી સામે હાજર થઈ રહી છો તેથી તારી સાથે રહેતા મારી પણ શોભા વધશે. માયા-મમતાના સંગે મારી શોભા ઘટે છે. હવે હું મારું સ્વરૂપ સંભાળીશ.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મ્હારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
જ્યારે આ પ્રકારનું ચિંતન કરી, હું મને પામીશ ત્યારે તારો સંગ જરૂર કરીશ પણ હજુ એ અવસર આવ્યો નથી. મારી સામે ઘણી મુશ્કેલીઓ છે. તારી સાથે હંમેશાં રહેવાની ઈચ્છા હોવા છતાં મારો હજુ યોગ પાક્યો નથી. ચેતનનો અહીં ઉત્ક્રાન્તિનો સમય છે પણ હજુ જ્યાં છે તે સ્થાન છોડયું નથી. - ચેતન કહે છે કે હે સમતા! મારી કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહીં તે કોઈ જ્ઞાની પુરુષ પાસેથી જાણીને પુરુષાર્થ કરીશ અને જ્યારે એ માર્ગે જઈશ ત્યારે તારે સંગે રહીશ. પછી પેલી સ્ત્રીઓનો સંગ છૂટી જશે.
ચેતન હજુ ગુણસ્થાનક આરોહમાં બહુ આગળ વધ્યો નથી છતાં એનું સાધ્ય શુદ્ધ માર્ગ તરફ છે. તેને એક ઉત્તમ નિમિત્ત મળતા માર્ગ પર આવી જવાનો સંભવ છે. એને એક માનસિક ભવ્યદશામાંથી વ્યાવહારિક વિમળદશામાં આવી સુમતિને ભેટવાનો સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્યની ફુરણા થતાં તે વિશુદ્ધ માર્ગને આદરશે, એમ એના આંતરિક જ્ઞાનથી જણાય છે. આ રીતે ચેતન પરમાર્થમાર્ગે જવા માનસિક તૈયારી કરી આગળ વધે છે.
ટબાકાર કહે છે કે ચેતન જેવા સુંદર અમૂલ્ય ગુણરત્નાકરને બે બદામની બૈરાઓ સાથે વાત કરવી પણ ન ઘટે તો પછી તેનો પ્રસંગ તો કેમ જ ઉચિત ગણાય. કવિ ત્રીજી કડીમાં કહે છે,