________________
૨૬૭
અનુભવ રસ મિથ્યાત્વના અભ્યાસને કારણે ચેતન વારંવાર વિભાવ તરફ ખેંચાઈ રહ્યો છે. હવે ચેતન સુમતિને કહે છે કે અનાદિના ભવભ્રમણને ટાળવાનો હવે કાળ પાકી ગયો છે. જે અનંત ભૂતકાળ હતો તે એક છે કારણ અનંતા એક છે અને જે દિવસે અથવા રાતે માયા-મમતાને ઘર બહાર કાઢી મૂકીશ તે અર્થો દિવસ આ રીતે કુમતિ હવે દોઢ દિવસ જ ફોગટ લડશે. આ રીતે દોઢ દિવસની ગણતરી કરી છે.
હવે ચેતન, સુમતિને ભય ન રાખવા બાબત સમજાવતા બીજી કડીમાં શું કહે છે તે આપણે જોઈએ :
एती तो हुँ जानुं निहचै, रीरी पर न जराउ जरैरी जब अपनो पद आप संभारत, तब तेरे परसंग परी...मेर...।।२।।
સ્ત્રી ગમે તેટલી હોંશિયાર કે ચાલાક હોય પણ જો તેનો પતિ બીજી કોઈ સ્ત્રીના પ્રેમમાં પડી જાય તો, કોઈ પણ સ્ત્રી તેવું સાંખી શકે નહીં કારણ કે તેણે પતિમાં જ પોતાનું સર્વસ્વ સુખ જોયું છે ને માન્યું છે. આથી જ સુમતિ, સમતા વગેરેને માયા-મમતાનો ડર લાગે છે.
આ કડીમાં ચેતનની જાગૃતિ અને વિકાસ દર્શાવ્યો છે. ચેતનને પોતાની શક્તિનો ખ્યાલ આવી ગયો છે. પોતાનો મૂળભૂત સ્વભાવ શું છે તે પણ તેને સમજાઈ ગયું છે પણ વાતો કરવી જેટલી સહેલી છે તેટલું કાર્ય કરવું સહેલું નથી. ચેતનનો આ અનાદિનો સ્વભાવ એમ જલ્દીથી કેમ બદલાઈ જાય? તે માયા-મમતાનું આકર્ષણ છોડી શકતો નથી. તેથી સુમતિને ખુશ રાખવા કહે છે કે હે પ્રિયા, તું મારી છો તારે જરા પણ ડરવાની જરૂર નથી ભલે હું માયા-મમતા સાથે ભળેલો હોઉં પણ એથી કાંઈ વળવાનું નથી. કોણ એવો મૂર્ખ હોય કે સાચા હીરાને પિત્તળમાં જડે?
તેમ હે સુમતિ, હું હીરા જેવો છું ને માયામમતા તો પિત્તળ સમાન છે. તેની સાથે રહેતાં તો કિંમત ગુમાવવા બરાબર થાય. તું મારા પર વિશ્વાસ રાખ. હું મારી આબરૂ ગુમાવીશ નહીં. પણ આ લોકો સાથે એમ જલ્દીથી સંબંધ છોડી શકાતો નથી. તું શ્રદ્ધા રાખજે મને તારા પર અખૂટ પ્રેમ છે. છતાં પણ આજ સુધી મેં તને ઘણો અન્યાય કર્યો છે. મારા તરફથી તારે ઘણું સહન કરવું પડ્યું છે પણ જ્યારે હું મારું પદ સંભાળીશ, મને