________________
૨૬૯
અનુભવ રસ
.
ओसर पाय अध्यातम सेली, परमातम निज योग धरेरी; सकती जगाइं निरूपम रूपकी, आनंदघन मिलि केलि करेरी... मेरी... ।। ३ ।। સંસારમાં માનવને જેમાં રસ હોય તેમાં જ તે રચ્યો પચ્યો રહે છે. જેમકે ભોગીભોગમાં, ધનીધનમાં અને સ્ત્રી આસકત માનવ સ્ત્રીઓની પાછળ ગાંડા હોય છે. રસાસકત જીવ ખાવા-પીવામાં મસ્ત રહે છે. આ રીતે દરેક માનવ પોત-પોતાની રુચિ અનુસાર રસ્તો ગ્રહણ કરે છે.
કવિએ અહીં આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવાની રીત, જડ અને ચેતનના ભેદ વિજ્ઞાનની રીત, આત્મધર્મ અને પુદ્ગલધર્મ જાણવાની રીત એટલે કે અધ્યાત્મ શૈલીની વાત કરી છે.
અધ્યાત્મશૈલી એટલે શું ? તે વાત અહીં ખાસ વિચારવાયોગ્ય છે, આત્મા અને પુદ્ગલ વચ્ચેનો તફાવત શું છે ? આત્મિક કાર્ય કયા કયા છે ? શું કરવાથી આત્માની ઉચ્ચદશા પ્રાપ્ત થાય (પ્રગટ થાય ) ? આવી દશા પ્રાસ કરવાથી આત્માને શું લાભ થાય ? વર્તમાન દશાનું કારણ શું ? વગેરે બાબતનો નિર્ણય કરી તદ્નુસાર વર્તવું તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે.
ન
સ્થિતિ પરિપાક થયા વિના આવી રુચિ પેદા થાય નહીં જેને શાસ્ત્રમાં કાળલબ્ધિ કહે છે. જૈન શાસ્ત્રાનુસાર પાંચ સમવાય મળે ત્યારે કાર્ય થાય છે. તે છે સ્વભાવ, કાળ, પ્રારબ્ધ, પુરુષાર્થ અને કર્મ આ પાંચેયના યોગે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ કરવા છતાં જો કાળ લબ્ધિ ન પાકે તો સતપુરુષાર્થ થઈ શકતો નથી. તેથી ચેતન કહે છે કે જેમ આટલો કાળ ચલાવ્યું તેમ હજુ થોડો સમય ચલાવી લે. મારી ઈચ્છા અત્યારે કામ લાગતી નથી કારણ કાળ પાક્યો નથી. કાળ પાકયા પછી હું મારી સર્વસ્વશક્તિને તારા માર્ગે જ વાપરીશ. કર્મ તો બિચારા બાપડા થઈ જશે. જેમ કોઈ સશકત યુવાનને બાંધી હાથ-પગમાં બેડી નાખી દેવામાં આવે તો તે નિરાધાર થઈ જાય છે તેવી સ્થિતિ કર્મની થઈ જશે પણ અત્યારે તો કર્મની બેડી મારા પગમાં પડી છે તેથી હું કાંઈ કરી શકતો નથી. મને મારી સર્વ શક્તિનો ખ્યાલ છે કે મારામાં શું છે? જેમ એક અનુભવીએ કહ્યું છે,
जैसे तिलमें तेल हैं, जैसे चकमक में आग । तेरा प्रभु तेरे मे हैं जाग सके तो जाग ।।