________________
૨૧૯
અનુભવ રસ સુમતિ શ્રદ્ધાને કહે છે કે હું જાઉં છું, ચેતન આવે તો કહેજે મારા ઉપર ઉદાર દૈષ્ટિ રાખે અને કહેજે કે તમારા વિયોગથી ભૂલી પડેલી ભામિની તમારા ઉપર એકાંતહિત દૃષ્ટિએ જુએ છે. તેના યોગ કેવા છે તે જુઓ! તે તમારી પાછળ જોગણ બની ગઈ છે.
જે જોગ લે છે તે જોગણ. જોગયોગનો અર્થ છે જોડાવું. જેના વડે ચેતનાનું ચેતન સાથે જોડાણ થાય, સંયોગ થાય તેને જોગ અથવા યોગ કહેવાય છે. હવે અહીં સુમતિ પણ ચેતનને યોગમાં મનને જોડવા વિજ્ઞપ્તિ કરે છે. ચેતન જો એક વખત યોગમાં મન લગાવે તો હું તેની પાસે જ છું. સુમતિ તથા ચેતનના જોડાણ પછી વિકાસક્રમમાં શુદ્ધ ચેતનાનો પણ યોગ થઈ જશે. માટે જ આ પદમાં કહ્યું છે કે “હે વ્હાલા! તમે યોગમાં ચિત્ત લગાવો. યોગમાં ચિત્ત લગાવવા માટે વેશ પણ ધારણ કરવો પડશે. બાહ્ય આ વેશ ઉતારી કમરે લંગોટી લગાવવી પડશે તેને ટકાવી રાખવા કમરે દોરી બાંધવી પડશે પછી લંગોટી તથા દોરીની ગાંઠ લગાવવી પડશે.
કવિએ અહીં હઠાદિ યોગમાર્ગની વાત કરી નથી પરંતુ જે યોગ આત્માને વિશુદ્ધિમાર્ગે લઈ જાય તેવા યોગની વાત કરી છે. આ માર્ગે જવા પ્રથમ સાધકે માર્ગાનુસારી બનવું પડે છે. સતદેવ, સતગુરુ અને ધર્મ પર શ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવે છે. આ માર્ગ મળ્યા પછી જ સંસાર પરિમિત થાય છે. સાધ્યનું સામીપ્ય થાય છે, પરંતુ તે પહેલા એક વખત ચિત્તને યોગમાર્ગે લગાવવું પડે છે. યોગીઓ કમરે લંગોટી લગાવવા દોરી બાંધે છે તે સમતિના સડસઠ બોલની દોરી છે. તેને કમરના મધ્યભાગમાં બાંધવામાં આવે છે કારણકે તેમ કરવાથી અન્યત્ર ભાગતું મન સ્થિર થઈ જાય છે. જેમ ઘોડાને અંકુશમાં રાખવા માટે તેના શરીરના મધ્યભાગમાં પટ્ટો રાખવામાં આવે છે અહીં તે રીતે સમ્યકત્વરૂપ દોરાનો ઉપયોગ સમજવો.
યોગના અંગ તરીકે બધાં યોગદર્શનકારો બદ્ધકચ્છ થવાનો ઉપદેશ આપે છે. એનો અર્થ એ કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્ય પાલન અનિવાર્ય છે. ત્રણેય યોગથી બ્રહ્મચર્ય પાલન કરવું તેને પાંચ પ્રકારના યમ કહેવામાં આવે છે. પાતંજલ યોગસૂત્રમાં યોગના આઠ અંગ બતાવ્યા છે. તે રીતે આચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિ સમુચ્ચયમાં પણ