________________
અનુભવ રસ
૨૨૦ યોગની આઠ દૃષ્ટિ બતાવી છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ “યોગશાસ્ત્રમાં પણ આઠ અંગ બતાવ્યા છે. તેમાં પ્રથમ અંગ છે “યમ” કારણ કે યમ યોગમાર્ગનો પાયો છે. પાયા વિના ઈમારત બની શકે નહીં. મૂળ વિના વૃક્ષ થઈ શકે નહીં તે રીતે યમ એક પ્રકારનું બીજ છે માટે જ આ માર્ગે જનાર સાધકે બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય કરવું જ પડે છે, માટે જ કવિએ “શીલ લંગોટી” ની વાત કરી છે. શીલનો અર્થ શુદ્ધાચાર પણ થઈ શકે છે.
જૈનશાસ્ત્રકારે સાધુઓના શીલાંગના અઢાર હજાર ભેદ બતાવ્યા છે. શીલને યોગના અંગ તરીકે વર્ણવી નૈષ્ઠિક બ્રહ્મચારી માટે સ્ત્રીવિષયક વાતો, સ્મરણ, કથન, રહસ્યાત્મક વાતો, રાગપૂર્વક અવલોકન, સંકલ્પ, અધ્યવસાય અને સંભોગની નિષ્પત્તિ આ આઠ અંગવાળું મૈથુન વર્જય છે. ભાવ એ છે કે યોગમાં પ્રવેશ કરનાર વ્યકિતએ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આત્મભાવોમાં રમવું અથવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. સત્ય શ્રદ્ધા પ્રગટતાં તત્ત્વના ઉંડાણમાં જઈ શકાય છે. યોગાંગની સાધનાથી બ્રહ્મરંધમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે, તેમજ પિંડOધ્યાન કરતાં છેવટે રૂપાતીત ધ્યાનની હદ સુધી ચેતનજી પહોંચી જાય છે ત્યારે તે ચિળુફામાં દીપક જુએ છે “જેને જૈનદર્શન સમ્યજ્ઞાનનો દીપક કહે છે.
યોગ મુખ્યતયા ત્રણ પ્રકારના હોય છે. રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ આ કોઈપણ પ્રકારનો યોગ કેમ ન હોય? ભૂમિકા બધાની સરખી જ હોય છે. પછી તેમાંથી જુદા જુદા માર્ગ નીકળી શકે છે. મકાનમાં પાયા તો બધાનાં સરખા હોય પણ દિવાલો ચણ્યા પછી દરેક મકાનનો આકાર જુદો જુદો હોઈ શકે છે તેમ યોગીઓ તત્ત્વરૂપ ગુફામાં પ્રવેશ કરી ચેતનતત્ત્વને જાગૃત કરે છે. - આ પદમાં આનંદઘનજીએ યોગીના દ્રવ્યશની નહીં પણ ભાવવંશની વાત કરી છે. સાધક સાધના માર્ગે જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારથી તેને સાધ્યનું દર્શન થાય છે. ચિશ્ફાની શુદ્ધિ પછી વસ્તુતઃ શુદ્ધચેતના તથા શુદ્ધ ચેતનની સ્થિતિ સમજાય છે અંતે બંનેની અભેદ સ્થિતિનાં દર્શન થાય છે. પછી તો આત્મા, રત્નની જેમ પ્રકાશતો દેખાય છે. પ્રમાણનયતત્ત્વલોકમાં કહ્યું છે કે “જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે”. રત્ન જેમ