________________
૨૨૧
અનુભવ રસ સ્વયં પ્રકાશિત છે તેમ આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. આત્મા પર કર્મ મલિનતા લાગેલી છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી આઠ રૂચક પ્રદેશને છોડી દરેક પ્રદેશ પર કર્મરજ લાગેલી છે. આત્મારૂપ રત્નને પ્રકાશનો કરવાનો યોગ હું તત્ત્વગુફામાં બેસીને ધારણ કરું છું આ ભૂમિકાએ પહોંચવા માટે અને અલક્ષ્ય સ્વરૂપને પ્રગટ કરવા કેટલાક સંપ્રદાયના યોગીઓમાં ધૂણી સળગાવવાની પરંપરા છે જેથી તેઓ ધ્યાનમાં એકાગ્ર થઈ શકે. વાસ્તવમાં ચેતન તો શુદ્ધ, બુદ્ધ, નિરંજન સ્વરૂપી છે. વર્તમાન સ્થિતિ એ તેને કર્મનું આવરણ આવી ગયું છે તે દૂર કરવા અધ્યાત્મ માર્ગના સાચા યોગીઓ વિશુદ્ધ ધૂણી જગાવે છે. કવિ આ ધૂણીની વાત બીજી કડીમાં કરે છે તે આપણે જોઈએ.
अष्ट कर्म कंडेली धूनी, ध्याना अगन जगाउं उपशम छनने भसम छणाउं, मली मली अंग लगाउं रे...वहाला...॥२॥
જોગીઓ પોતાના આંગણામાં ધૂણી જગાવે છે. તેની ભસ્મ કપડે ચાળી પછી શરીર પર લગાવે છે.
કવિએ અહીં ભાવયોગીની વાત કરી છે. ભાવયોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે. જ્ઞાનાવરણાદિ અષ્ટકર્મ આત્માના પ્રદેશે પ્રદેશ દૂધપાણીની જેમ એકમક થઈ ગયા છે. જેને જૈનશાસ્ત્ર સત્તા કહે છે. જે કાર્મણ વર્ગણાના પુદ્ગલો રાગદ્વેષાદિ પરિણામથી ખેંચાઈને આત્મામાં આવે અને અભિન્નપણે રહે તેને કર્મબંધ કહેવામાં આવે છે.
જે કર્મ આત્મા સાથે રહે પણ ફળ આપવા યોગ્ય હજુ થયું ન હોય તેને સત્તા કહેવામાં આવે છે. જે કર્મ ઉદયમાં આવી ફળ આપી ખરી જાય તે ઉદય અને જે કર્મ લાંબે સમયે ઉદયમાં આવવાનું છે તેનો ઉદયાવલિકામાં પ્રવેશ થયા પછી તપશ્ચર્યા વડે ઉદયમાં લાવી વહેલું ભોગવી લેવું તેને ઉદીરણા કહેવાય છે.
આ આઠેય કર્મના બંધને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ એવા પ્રકારો છે. પણ આ આઠેય કર્મોનો કચરો અનિ વિના બળતો નથી માટે સાધકો અકર્મરૂપ છાણામાં ધ્યાનની અગ્નિ લગાવી ધૂણી જગાવે છે.
જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ અશુભધ્યાને