________________
અનુભવ રસ
પદ-૩૭
..
"
" ता जोगे चित्त ल्याओ रे'
૨૧૮
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજે યોગ શું છે ? તથા તેનાથી શો લાભ થાય છે તેનું વાસ્તવિકદર્શન આ પદમાં કરાવ્યું છે. જેમ પીળું એટલું સોનું નહીં અને સફેદ એટલું રૂપું નહીં તેમ સંસારનો ત્યાગ કરી, લંગોટ લગાવીને ભભૂતિ લગાવી દેવા માત્રથી યોગી થઈ જવાતું નથી. યોગમાર્ગ ઉપલકદૃષ્ટિથી જોતાં સાવ સરલ અને સુગમ લાગે છે પરંતુ અધ્યાત્મદૃષ્ટિએ જોતાં, આ માર્ગ માનીએ છીએ તેવો સરલ તથા સુગમ નથી.
આ માર્ગને બાહ્ય વેશભૂષા સાથે સંબંધ નથી પરંતુ તે માનસિક, વાચિક તથા કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ રાખે છે. જેની વૃત્તિમાંથી સંસાર નીકળી જાય તે સંસારથી વિરક્ત બની યોગમાર્ગ અપનાવે છે. સુમતિ હવે વિરક્ત બની ગઈ છે. તે સંસારમુક્ત થઈ જોગણ થવા જઈ રહી છે. સુમતિ, શ્રદ્ધાને કહે છે કે તું ચેતનને સમજાવજે હું તો જોગણ બની મારા નાથને શોધવા નીકળી પડું છું. કવિ આનંદઘનજી મહારાજ ‘વેરાવલરાગ’માં આ પદમાં કહે છે,
ता जोगे चित्त ल्याओ रे, वहाला ता जोगे समकित दोरी शील लंगोटी, धुल धुल गाढ धुलाउं, तत्त्व गुफामें दीपक जोउं, चेतन रतन जगाउं रे वहाला । તા. નોને રૂ।
સુમતિએ શ્રદ્ધાને ભલામણ કરી અને કહ્યું કે ચેતન ઘરે આવે તો તું સમજાવજે. નહીં તો હવે જોગણ થઈને હું તો નીકળી પડું છે. મારો એ નાથ ! ક્યાં ક્યાં ફરે છે ? તથા કોની કોની સાથે ફરે છે ? તે શોધી તેનો હાથ પકડી તેને હવે ઘર ભેગો કરીશ. માટે તેની શોધ કરવા હું જાઉં છું. મીરાંબાઈ કહે છે,
“શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી,
પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શોધવા ચાલી”
આ પંકિતનો તથા કવિશ્રીના આ પદનો આશય સમાન જણાય છે.