________________
૮૫
અનુભવ રસ
પદ-૧૩
“અનુમા! દમ તો રીવાર " ચૈતન્ય જગાડી તેની સાથે તન્મયતા સાધનાર અનુભવી આત્માથપુરુષ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સુમતિની અંતરવેદના બહુ કુશળતાથી વ્યક્ત કરી છે. આ પદ ઉલ્લાસથી વાંચતાં અને ગાતાં સુમતિની સાથે જાણે એકરૂપતાનો અનુભવ થાય છે.
દસમા પદમાં કવિએ વર્ણવ્યા પ્રમાણે સુમતિ અનુભવને વિનવે છે અને છેવટે ચેતને કુમતિનો સંગ છોડવા સંગ્રામે ચડે છે. પરંતુ જેમ દારૂનો વ્યસની દારૂ છોડે છતાં તેનું મન તો દારૂમાં જ ભમતું રહે છે, તેમ ચેતન ! જાગૃત તો થયો પણ ચતુર્ગતિરૂપ ચોપાટમાંથી બહાર આવ્યો નથી. હજી પણ માયા – મમતા સાથે તે રમ્યા કરે છે. માયા અને મમતા બંને ઘણી જ ચતુરસ્ત્રીઓ છે. ચેતનને તેની સાથેની રમતમાં બધી જ રીતે હાર ખાવી પડે છે. પરંતુ જેમ જેમ તે હારતો જાય છે તેમ તેમ તેને વધારે રમવાનું મન થાય છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે” તેવી ચેતનની દશા થાય છે.
સારંગ રાગ” માં રચેલ આ તેરમા પદમાં કવિશ્રી કહે છે કે સુમતિ! ચેતનની આ દશાથી વ્યાકુળ છે. તેથી અનુભવ પાસે આવી દિલની વ્યથા પ્રગટ કરે છે તેમજ અનુભવને વિનવે છે કે તે ચેતનને સમજાવે.
તેરમા પદનો પ્રારંભ કરતાં કવિશ્રી સુંદર સ્વરમાં કહે છે, अनुभव हम तो रावरी दासी। आई कहातें माया-ममता, जानुं न कहांकी वासी।। अनुभव।।१॥
સમતા ચેતનની પત્ની છે. તે ચેતનના મિત્ર અનુભવને કહે છે કે “મારો પતિ ચેતન ! માયા – મમતાના પ્રેમપાસમાં ફસાઈ ગયો છે. માયાએ તો એવી મોહ જાળ બિછાવી છે કે ચેતન તેમાંથી નીકળવા અથાગ પ્રયત્ન કરે છે છતાં નીકળી શકતો નથી. ક્યારેક તેને બેબાકળો થયેલો જોઉં છું પણ ત્યાં તો મમતાનો મુલાયમ હાથ ફરતાં બિચારો