________________
અનુભવ રસ તેની કેવી દશા થાય તે કવિશ્રી છેલ્લી કડીમાં કહે છે. भाव विवेकके पाउ न आवत, तूब लग काची बाजी..। સાનંવધન પ્રમુ પાક લેવાવત, તો નીતે નાથ ની.. પ્રાળા ફો
પહેલી ચાર વેશ્યાવાળા જ્યાં સુધી દ્રવ્યવિવેકમાં છે. ત્યાં સુધી તેની બાજી કાચી ગણાય છે. પરંતુ ભાવ વિવેક આવતા વસ્તુ સ્વરૂપનો યર્થાથ બોધ થાય છે. તુરત જ બાજીની કચાશ દૂર થાય છે. પહેલી ચાર લેશ્યામાં જીવને ભાવ વિવેક પ્રગટતો નથી. તેથી તે પૂર્ણતાને પામતા નથી. ભાવ વિવેકથી જીવ સચ્ચિદાનંદ ભગવાનને પામે છે. પર્મ તથા શુક્લ લેશીમાં ભાવ વિવેકનું દર્શન થાય છે. અને તે કારણે બાજી જીતી જાય છે. અને જીવ મોક્ષરૂપ ઘરમાં સહેલાઈથી પ્રવેશી શકે છે.
માટે જ કવિશ્રીએ કહ્યું છે કે પ્રભુ જો એક પગડું બતાવે તો આ જીવ, એક ચાલમાં આખી બાજી જીતી જાય છે. પરંતુ ઉપશમ શ્રેણીએ ચડતો જીવ એમ માને કે હું તો ગઢ જીતી ગયો. હવે તો એક છલાંગ લગાવી, તેરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી લઈશ, પણ આજ સુધી ચારિત્રમોહનો ઉપશમ કરતો આગળ વધ્યો છે. ગંદા પાણીમાં ફટકડી નાખવાથી કચરો નીચે બેસી જશે પણ પાણી બિલકુલ સ્વચ્છ નહીં કહેવાય. પાણી જરા હાલતાં કચરો ઉપર આવે છે. તેમ ઉપશમભાવે આગળ વધેલો જીવ ફટકડીનું કામ કરે છે. સૂક્ષ્મલોભનો ઉદય થતાં જીવ પાછો સંસારમાં ભમ્યા કરે છે. અગિયારમા ગુણસ્થાનકથી જીવ છઠે, પાંચમે, ચોથે થઈ છેક નીચે મિથ્યાત્વ ગુણસ્થાન કે પણ આવી શકે છે. આ રીતે બાજી હારી જાય છે. પણ ભાવવિવેકનું પગડું આવે તો જીવ પાછો ચેતી જાય છે. માટે હે પ્રભુ! આપ એક વાર મને પોઆપી દ્દો. મારા પર કૃપા કરી મારી બાજી સુધારી લો. મને “પો' મળી જતાં બાજી જીતી જઈશ, જીતનાર વ્યક્તિ આનંદમાં આવી જઈ ગાજે છે, નાચે છે, આનંદ વ્યક્ત કરે છે.
આ પદમાં કવિશ્રીએ ચોપાટના રૂપક દ્વારા સંસારનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે.
જીવ સદ્ગુરુના યોગે સમ્યકત્વનું "પો' પામી સ્વ-ઘરમાં સિધાવે છે. આમ જીવના ક્રમિક વિકાસનું દિશા-સૂચન આ પદમાં અત્યંત રહસ્યાત્મક શૈલીએ કર્યું છે.