________________
અનુભવ રસ હતી તે ટળી ગઈ. શ્રીમદ્રાજચંદ્રજી કહે છે,
“આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈધ સુજાણ”
આત્મભ્રાન્તિ ટળી ગઈ અને મોક્ષની સાચી કેડી મળી ગઈ. હવે ચેતન સ્વભાવરૂપ ઘરે જવા તત્પર બની ગયો. ચેતનને પોતાની શુદ્ધદશા સમજાઈ ગઈ છે. ચેતનના પરિવર્તનની વાત કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે.
अमल कमल विकय भये भूतल,मंद विषय शशि कोर...। आनंदघन एक वल्लभ लागत, और न लाख किशेर...।।मेरे।।३।।
જેમ સૂર્યોદય થતાં તળાવમાં કમળ ખીલી ઊઠે છે તેવી રીતે જ્ઞાનભાનુ ઉદય થતાં આત્મકમલ ખીલી ઊઠે છે અને શશી સાથે પ્રીત રાખનાર કમલિની સૂર્ય ઉદય થતાં મંદતાને પામે છે.
કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત...૪
કમળને સૂર્ય સાથે અને કુમુદિનીને ચંદ્ર સાથે પ્રીત છે, તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં, આત્મભૂમિ ઉપરની વિષય – કષાય રૂપ ચંદ્રની કાંતિ ઝાંખી પડવા લાગે છે. પાંચ ઇન્દ્રિયોના તેવીસ વિષયો, રાગદ્વેષાદિ ભાવો મંદ પડવા લાગે છે. વસ્તુસ્વરૂપનું જ્ઞાન થતાં વિષયો મોળા પડી જાય છે. હવે તેને વિષયો લલચાવી શકતા નથી. તેમજ આજ સુધી તેને વિષયો વલ્લભ લાગતા હતા. હવે તેને આનંદઘન સ્વરૂપ આત્મા પ્રિય લાગે છે. લાખો-કરોડો પદાર્થો નજર સામે હોવા છતાં તેની તેને પ્રીત નાશ પામી ગઈ છે.
આત્માએ આત્મિક ધર્મો અને પૌગલિક પદાર્થો સાથેનો સંબંધ કેવો છે તે વિચારી તેની સાથેનો સંબંધ વિચ્છેદ કરી, વેગળા થવા, વેગવાન પુરુષાર્થ ઉપાડવો જોઈએ.
આ પદમાં ચેતન સભાન બને છે. ચેતનની અનુભવ વાણી જ ચેતનને જગાવી દે છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
કરું એક ઉપાય મેં ઉધમ, અનુભવ મિત્ર બોલાવેંગે આપ ઉપાય કરકે અનુભવ, નાથ મેરા સમજાવેંગે
મેરે કબ ઘર ચેતન આવેંગે.' ૩. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજી ગાથા ૧૨૯ ૪. આનંદઘનજીનાં પદો ભા.- ૧ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ. ૧૧૦ ૫ વાચક જશની અનુભવવાણી : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૃ. ૬૫