________________
અનુભવ રસ
૯૮
શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ‘મારો ચેતન ઘરે ક્યારે આવશે? ચેતના કહે છે કે હવે મારી પાસે એક જ ઉપાય છે કે અનુભવમિત્રને બોલાવી તેને બધી વાત કરું ને સમજાવવાની ભલામણ કરીશ કારણ કે અનુભવ મારા ચેતનનાથનો અંગત મિત્ર છે. અનુભવના આધાર વિના હું સાવ નિરાધાર છું. આનંદઘનજીનાં પદોમાં અનુભવ ચેતનને સમજાવે છે તેથી ચેતનમાં સત્યાસત્યનો વિવેક જાગે છે અને આત્મકમલ વિકસિત થાય છે. આત્મા પોતાના આનંદમાં મસ્ત બની, નિજાનંદની મોજ માણવા તત્પર બને છે.
આ પદમાં આત્માની જ્ઞાનદશા પ્રગટ થઈ છે. જ્ઞાનરૂપી સૂર્યના આગમનથી કમલરૂપી આત્મા ખીલી ઊઠે છે. મિથ્યાત્વ અંધકારને કા૨ણે ચેતનરૂપ ચકવો, ચેતનારૂપી ચકવી વગેરે રૂપકો મૂકી, આ પદમાં આત્મદશાનું માધુર્યપૂર્ણ નિરુપણ કર્યું છે.
gee