________________
અનુભવ રસ
૧૧૪ જા તેમાં વિશેષ શોભા છે.
ચેતના પણ પોતાના યથાર્થધર્મને સમજતી હોવાથી ચેતનને ઘરે જવા તૈયાર થાય છે. પરંતુ એ સમયે ચેતના, ચેતનને વિનંતીના સૂરમાં કહે છે કે હે પ્યારા પ્રીતમ! અમાસની અંધારી રાત્રી જેવો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. આકાશ વાદળાઓથી ઘેરાયેલું છે. એનો અર્થ એ છે કે મોહનીયકર્મ સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનાં વાદળ છવાઈ ગયા છે. જેથી ક્યાંય રસ્તો દેખાતો નથી. વળી રસ્તે ચોરે, લૂંટારા, ડાકુઓનો પણ ભય લાગે છે.
ક્રોધ, માન, માયા, લોભારૂપી લૂંટારાઓ, ઈર્ષા, દ્વેષરૂપ ચોર, કામ, વાસનારૂપ ડાકુઓ રસ્તો રોકી વિઘ્નો ઊભાં કરે છે. માટે હે સ્વામી! આપ મારા પર કૃપા કરો કે જેથી રસ્તામાં મને કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. મારો માર્ગ સ્વચ્છ અને સરલ બને. જેથી હું અપ્રમત્તગુણસ્થાનક, અપૂર્વકરણગુણસ્થાનકનો માર્ગ ઓળંગીને સંયોગી કેવળરૂપ આપના ઘરે આવી શકું અને આપના મુખચંદ્રના દર્શન કરું, આપના દર્શનથી મારા ગાત્ર પુલકિત થઈ જશે. એક કવિએ કહ્યું છે,
“તારા દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે;
મેં તો લોકલાજની કુટેવ, સરવે ત્યાગી રે... હે દેવ! આપનાં દર્શન માત્રથી જ હું લાભ, લાભ ને લાભમાં જ છું. આપનાં દર્શનથી મારી અનાદિની ભ્રમણા ભાંગી ગઈ. માટે હવે તો બસ આપનાં દર્શન માટે મારી આંખો અતૂત છે. આપનું મુખ જોવા હું આતુર છું. બસ, હવે અનિમેષ દૃષ્ટિથી આપને જ જોયા કરું. હવે મને લોકલાજની કાંઈ પડી નથી. મેં મારી ભૂલને કારણે ઘણું ગુમાવ્યું પણ હવે આપને છોડી હું ક્યાંય જવા ચાહતી નથી. આપનાં ચરણોમાં જ મારું સર્વસુખ સમાયેલું છે. હવે શુદ્ધચેતના, ચેતનને શું વિજ્ઞપ્તિ કરે છે તે જોઈએ.
प्रेम जहां दुविधा नहि रे, नहि ठकुराईत रेज; आनंदघन प्रभु आई बिराजे आप ही समता सेज....।। रिसानी।।५।। હે પ્રભુ! જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં કદી પણ ભિન્નત્વ રહેતું નથી.