________________
૧૧૩
અનુભવ રસ नैक नजर निहालीए रे, उजर न कीजें नाथ। तनक नजर मुजरे मिले प्यारे, अजर - अमर सुख साथ।।३।।
સુમતિ, ચેતનને કહે છે કે નાથ ! જગતના સર્વ જીવો પર દયા દ્રષ્ટિ રાખો. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં આપ આત્મપ્રભુનાં દર્શન કરો. આ ભાવ માટે મૈત્રીભાવ કેળવવો પડે છે. શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે,
સર્વમિત્ર કરી ચિંતવો સાહેલડી રે, કોઈ ન જાણે શત્રુઓ; રાગ-દ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર છે. ૨
કોઈ ઉપર રાગ-દ્વેષ, ન કરતાં, સમભાવ રાખી. સર્વ જીવો સાથે બંધુભાવ કેળવવો જોઈએ. “નેક નજર' એટલે મીઠી નજર. અમીદૃષ્ટિ જયારે સર્વ જીવો સામું મીઠી નજરથી જોવામાં આવે છે ત્યારે ચેતનાને સમજાવવી સરલ બની જાય છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કેઃ “કરૂણા કીજે સર્વ જીવો પર, ભાવ દયા ચિત્ત ધારી રે” ૩
સર્વજીવો પર દ્રવ્ય અને ભાવરૂપ કરુણાદેષ્ટિથી જોવું જોઈએ. અન્યની ઈર્ષા - નિંદાથી મુક્ત થઈ જવાથી ચેતના સામે મુજરો કરવા આવશે. પ્રભુ! તમારે હવે કોની ગરજ છે? સર્વ પૌલિક ભાવોનો ત્યાગ કરી દો. જેથી ચેતના આપની ચરણસેવિકા બની જશે. હવે મુજરો કરશે. એટલું જ નહીં તે આપનું સ્વાગત કરશે. જેથી આપ અવ્યાબાધ, અખંડ, શાશ્વત સુખ પામશો. સંસારના સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત થશો.
ચેતન શું કરે છે તે પર ધ્યાન આપતાં કવિ કહે છે, निशि अंधयारीधन घटा रे,पीउँ न वाटळो फंद; करुणा करो तो निरवहुं प्यारे, देखें तुम मुखचंद्र...। रिसानी॥४॥
ચેતનની અકળામણ ઓછી કરવા સુમતિએ ચેતનને સમજાવ્યો તથા રીસાયેલ ચેતનાને મનાવવાના વિધવિધ રસ્તા બતાવ્યા. ચેતન સમજી ગયો. હવે ચેતન ચેતનાને મનાવવા તથા મળવા ઉત્સુક થયો છે ત્યારે બીજી બાજુ સુમતિ ચેતના પાસે જાય છે તથા ખુશખબર આપી ચેતનાને સ્ત્રીધર્મ તથા પત્નીધર્મથી માહિતગાર કરે છે. સુમતિ, શુદ્ધચેતનાને કહે છે કે “તું સતી સ્ત્રી છો. પતિ તારે ઘરે આવે તેના કરતાં તે પતિને ઘરે