________________
અનુભવ રસ
૧૧૨
સરલ વાત નથી. કારણકે તે સામાન્ય સ્ત્રી નથી તેથી તારે અથાગ પુરુષાર્થ કરવો પડશે. સર્વ પ્રથમ તમે તેની પાસે જઈ તમારી શક્તિની તેમજ ગુણરત્નોના ભંડા૨ની બે વાતો કરો. પરંતુ એ વાત કરતાં એક શરત મંજૂર કરવી પડશે કે તમારે તમારું અભિમાન અળગું કરી દેવું પડશે. નમ્રતાની મૂર્તિ બની આત્માની બે વાતો કરો પણ એ વાત કરતાં એક શરત આત્માની બે વાતો દિલ ખોલીને કરો. હું આમ છું અને મારામાં અનંતશક્તિ છે, બધાંને ઉખેડીને ફેંકી દઉં તેટલી મારી તાકાત છે, આવી વાણી ત્યાં ઉચ્ચરતાં નહીં, તમે અભિમાનની આંટીને કાઢી નાંખો પછી બે વાતો કરો.
અહીં લક્ષણથી અન્ય અર્થ નીચે પ્રમાણે લઈ શકાય છે. ચેતન અનાદિકાળથી પરભાવ રમણ કરી રહ્યો છે. તેથી ચેતન અને ચેતના વચ્ચે વૈમનસ્યની ગાંઠ પડી ગઈ છે. તે ગાંઠને ગાળી, આંટીઘૂંટી ઓગાળી, ફે ચેતન ! આપ ચેતનાને બે વાત કરો. પ્યારા ચેતનરાજ! આજ સુધી આપે બાહ્ય સુખ– ભોગમાં જ આનંદ માણ્યો છે તેની પ્રાપ્તિ ન થવાથી આપના શરીરમાં વિષયાગ્નિ જલી રહ્યો છે. આપ પહેલાં વાસનાના અગ્નિને બુઝાવી દો. કારણકે એક બાળક પણ અગ્નિનો સ્પર્શ કરવા ચાહતો નથી તો ચેતના તમારી આ દશા જોઈ તમારી પાસે ક્યાંથી આવે ? તેથી પહેલાં અગ્નિ શાંત કરો પણ આ અગ્નિ એની મેળે બુઝાશે નહીં. તેને બુઝાવવા ઉત્તમ સાધન જોઈએ. તે છે સર્વજ્ઞદેવનાં વચનરૂપ વાણીનું પાન જેમ કડકડતા તેલમાં ચંદનના બે છાંટા પડે તો ત્યાં તેલ ઠરી જાય છે તેમ વિષયકષાય જન્ય અગ્નિમાં તીર્થંકર પરમાત્માના સુધારસ વચનના છાંટણાં થતાં તમારો અગ્નિ શાંત થઈ જશે.
મોતીચંદભાઈ કાપડિયા લખે છે કે “ આત્મા જયારે ક્ષાયક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેને શુદ્ધચેતનાનો નિરંતર સંબંધ થાય છે પણ ત્યાર પહેલાં પરભાવ૨મણ અને સ્વરૂપ સંતાપ આ બંને ભાવો શાંત કરવા પડે છે. તેને મૂળમાંથી ઉખેડી નાખવા પડે. સર્વશ કથિત વાણીથી આ કાર્ય સહજ બની જાય છે” ૧.
ચેતનાને સમજાવવાનો આ એક રસ્તો બતાવ્યો, હવે બીજો રસ્તો સુમતિ શું બતાવે છે તે કવિના શબ્દોમાં જોઈએ.