________________
અનુભવ ૨સ
૨૫૦
પડી જાય છે. આવી રીતે એક સતી દમયંતીની સ્થિતિ થઈ તો ચેતનાની દશા કેવી હશે ? ચેતના કહે છે કે ચેતનના વિરહે હું દુઃખ મહેલના ઝરૂખે બેઠી–બેઠી રાહ જોઉં છું. જ્ઞાન, ભક્તિ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે અનેક રસ્તાઓ છે, તે ક્યાંથી આવશે એ જ હું જોઈ રહી છું. તેના વિયોગમાં મેં મારી શુદ્ધિ ખોઈ નાંખી છે. કૃષ્ણ વ્રજભૂમિ છોડી જ્યારે મથુરા ચાલ્યા જાય છે ત્યારે પાછળથી ગોપીઓની જે દશા થાય છે તેવી દશા ચેતના, ચેતન વિયોગે ભોગવી રહી છે.
વિરહવ્યથાથી પીડિત ગોપીઓની દશા દયનીય છે. ચેતના પણ પોતાની સખીઓને ચેતનના વિયોગની વાતો કરે છે. ગોપીઓ કૃષ્ણ પાછળ કેટલી ઘેલી હતી ! ગોરસ વેચવા નીકળેલી કૃષ્ણઘેલી ગોપી કોઈ ગોરસ લ્યો, કોઈ ગોરસ લ્યો... ગોરસ લ્યો એમ બોલવાને બદલે કોઈ માધવ લ્યો, માધવ લ્યો એમ બોલવા લાગે છે. ચેતના પણ ચેતનની જ રાહ જોતી બેઠી છે. જુઓ વિયોગીની મીરાંના શબ્દો....
ધાન ન ભાવૈં, નીંદ ન આવે, વિરહ સતાવે સોય, ઘાયલ સી ઘૂમત ફિરૂં રે, મેરો દરદ ન જાણે કોય, પંથ નિહારૂં ડગર બહારૂં, ઊભી મારગ જોય, મીરાં કે પ્રભુ કબરે મિલોગે, તુમ મિલિયા સુખ હોય... ચેતને અનાદિના અજ્ઞાનને લીધે આત્મ સ્વરૂપને સમજવાની શક્તિ ગુમાવી દીધી છે.
ચેતના ! શ્રદ્ઘા સાહેલીને કહે છે કે અશુદ્ધ ઉપયોગી એવા ચેતનામને મળવું કે નહિ ? તે પણ હું ભૂલી ગઈ છું. શુદ્ધોપયોગી આત્માના વિયોગે અને અશુદ્ધોપયોગી આત્માના સંયોગે હું તો સુબુદ્ધિ મટી, કુબુદ્ધિરૂપ થઇ ગઈ છું. અશુદ્ધોપયોગી આત્માને સ્ત્રીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિયોગ, વિદેશગમન તે પ૨ પરિણતિમાં રમણ, તેનું ચિંતનમનન રૂપ ઝરૂખો જે આવવા-જવારૂપ છે. અશુદ્ઘ ઉપયોગમાં પ્રવર્તનરૂપ તે અશ્રુપાન. ઝુલી એટલે નાહાઈ. ૫૨ પરિણતિરમણ અને અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તનમાં જાણે હું નહાઈ હોઉં તેવું લાગે છે. સુબુદ્ધિને રોવાનું કારણ છે કે ચેતનજી પરમાં લપટાઈ ગયો છે કે જાણે સુમતિ પણ તેમાં તરબોળ થઈ ગઈ છે. સુમતિ અશુદ્ધ પરિણતિમાં ચેતન સાથે એવી તદાકાર થઈ ગઈ છે