________________
૨૨૩
અનુભવ રસ સ્થાને છે તેથી તેનો પ્રત્યક્ષ ઉપકાર છે, પછી જિનેશ્વરનો માર્ગ છે. નવકાર મહામંત્રમાં પ્રથમ “નમો અરિહંતા” પછી “નમો સિદ્ધા” છે. પ્રથમ અરિહંત પ્રભુને નમસ્કાર અને પછી સિદ્ધ ભગવાનને કારણકે અરિહંત પ્રભુને ગુરુસ્થાને ગણવામાં આવ્યા છે. આ રીતે સંતો-મહર્ષિઓએ ગુરુની વિશેષતા બતાવી છે. તેથી કવિ કહે છે કે મારિ ગુરુ વેના હે ચેતન! તું આદિનાથ પ્રભુનો શિષ્ય થઈને હવે મોહનો તો કાન વીંધી નાખ. કવિએ અહીં ગુરુસ્થાને કોઈ સામાન્ય માનવને સ્થાપ્યા નથી. તીર્થકરોમાં આદિ તીર્થકર એવા મહાન ગુરુનો ચેલો થવાથી તો સર્વપ્રથમ.
“માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય,
જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય” સદ્ગુરુના શરણવિના માનાદિક શત્રુઓને હણી શકાતા નથી. ગુરુના આધાર વિના, પોતાની ઈચ્છાથી તો આ કષાયો વધતા જાય છે. પણ ગુરુના શરણ માત્રથી આ કષાયો અલ્પ પ્રયત્ન માત્રથી ચાલ્યા જાય છે. જે સાધકના કષાયો મંદ પડી ગયા હોય તે સાધકની મુખમુદ્રા પર અલૌકિક આભા ઝળકી ઊઠે તે સ્વાભાવિક છે. તેથી જ કવિ કહે છે “ઘરમશુવન તોય મુદ્દા સોદે”
| ધર્મધ્યાન અને શુક્લધ્યાનની મુદ્રાથી હું શોભતો કરૂણાનાદ બજાવીશ. યોગીઓ કાન વીંધે છે અને તેમાં મુદ્રા પહેરે છે એ યોગીઓની નિશાની હોય છે. તેમ ચેતનને કર્મભારથી હળવો કરવા સુમતિ કહે છે કે હું ધર્મ અને શુક્લધ્યાનની મુદ્રા ધારણ કરીશ. સાધ્યના સામીપ્ય માટે મુદ્રાઓ પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા છે. તેમાં પિંડી વગેરે ચાર પ્રકારના ધ્યાન, મુદ્રાનું સ્વરૂપ ખડું કરે છે. તેવી રીતે ધર્મધ્યાનના ચાર પાયામાંથી ત્રણ પાયા, મુદ્રાનો ઉપયોગ બતાવે છે. શુક્લ ધ્યાનમાં મુદ્રા અલ્પ હોય છે કારણ કે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઊંડા પ્રવાહમાં અવગાહન કરવાનું છે. છતાં તેને પણ મુદ્રામાં સરખાવવામાં વાંધો નથી. પરંતુ ધ્યાન વિષયનો અભ્યાસ ગુરુના સાનિધ્યમાં કરવાથી લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે.
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયઃ બમણો થાય,